Sakhi mara aatmana odhar - Bhajan | RekhtaGujarati

સખી મારા આત્માના ઓધાર

Sakhi mara aatmana odhar

પીર સદરુદીન પીર સદરુદીન
સખી મારા આત્માના ઓધાર
પીર સદરુદીન

સખી મારા આત્માના ઓધાર, કે અળગા મ જાજો રે,

એવા સરૂપ મંદિરિયો સાર, તિયાં બિરાજજો રે. - સખી૦

સખી સહેજે અનેાપમ સાર, પલંગ પર વારી રે,

હું તેા પ્રેમે પિયાજીને પાસ, દુખડાં વિસારી રે. - સખી૦

સખી હીંચે હિંડાળા ખાટ, શ્વાસ ઉશ્વાસે રે,

મારા અંગડામાં ઊઠી લહેર રે, પિયાજી પાસે રે. - સખી૦

સખી વાલમ વ્રેહની વાત, કેને આગળ કહીએ રે,

કોઇ સંત મિલે સુધીર રે, સમજીને રહીએ રે. - સખી૦

સખી ખાલક ખલકણહાર, તેણે લઈ તારિયા રે,

'પીર સદરૂદ્દીન'ની પકડી બાંઈ, ભવસાગર ઉતારી રે. - સખી૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર
  • વર્ષ : 1976