shu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શું શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા
- વસ્તુપ્રશ્નાર્થ સર્વનામ ઉદા. શું કહો છો ? શું ખાધું-શું જોયું?
- બેપરવાઈ કે તુચ્છકાર બતાવવા પ્રશ્નાર્થમાં વપરાય છે. ઉદા. એ મારું શું બગાડવાનો હતો? તારાથી શું થાય તેમ છે?
વિશેષણ
- શી, શો
વિશેષણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- કયું, કઈ જાતનું એ અર્થમાં સવાલ પૂછતાં વપરાય છે. ઉદા. તે શો પદાર્થ છે ?
- આશ્ચર્યસૂચક. ઉદા. શો રોફ !
- પ્રશ્નાર્થસૂચક. ઉદા. ‘શું વિચાર છે ?’ ‘શું વાત છે ?’
- કેટલાક પ્રયોગોમાં ‘કઈ’ ‘શું’ જેવો અર્થ થાય છે. જેમ કે, શુંનું શું થઈ ગયું (જુઓ ‘શુંય’ પણ)
- બંને અથવા બધા સરખા એવો ભાવ બતાવવા બે ‘શું’ વપરાય છે. ઉદા. શું મોટા, શું નાના.
- સરખું, જેવું (નામને છેડે) ઉદા. તોબરાશું મોં
અવ્યય
- પ્રશ્નવાચક. ઉદા. ‘તમે આવવાના છો’ શું ?’
- સાથે, સહિત, ઉદા. ‘રામનામશું તાળી લાગી’
English meaning of shu.n
Pronoun
- interrog. what, which. (e.g. શું કહો છો ? શું ખાધું?) Used interrog. to show indifference or contempt: e.. g. એ મારુ' શું ધોળવાનો હતો? તારાથી શું થાય તેમ છે?
Adjective
- which, what kind of: e. g. તે શો પદાર્થ છે? to show surprise: e.g. ! to show undesirable or unexpected result: e.g. શું નું શું થઈ ગયું. to convey that both or all the things mentioned make no difference: e.g. શું મોટા, શું નાના.(suf.)like, similar to: e.
Preposition
- (poetical) with: e.g, રામનામ શું તાળી લાગી
Adverb
- why, what for
शुं के हिंदी अर्थ
सर्वनाम
- क्या, प्रश्नवाचक सर्वनाम,
- क्या, बेपरवाई या तुच्छकारसूचक प्रश्नवाचक सर्वनाम
विशेषण
- कौनसा , क्या, प्रश्नवाचक सार्वनामिक विशेषण
- क्या, आश्चर्यसूचक प्रश्नवाचक विशेषण, उदा० 'शो रोफ!'
- प्रश्नार्थसूचक विशेषण, क्या
- कितनेक प्रयोगों में 'कुछ' या 'क्या' जैसा अर्थ सूचित करता है
- क्या-क्या
- सा, जैसा (नाम के अंत में आता है)
अव्यय
- प्रश्नसूचक शब्द, क्या
- -के साथ, से