bhakti re karwi ene rank thaine rahewun - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું

bhakti re karwi ene rank thaine rahewun

ગંગાસતી ગંગાસતી
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
ગંગાસતી

ભક્તિ કરવી એણે રાંક થઈને રે’વું ને,

મેલવું અંતરનું અભિમાન રે,

સદ્‌ગુરુ ચરણમાં શીશ નમાવી

કર જોડી લાગવું પાય રે... ભક્તિ૦

જાતિપણું છોડીને અજાતિ થાવું ને

કાઢવો વરણ વિકાર,

જાતિ-પાંતિ નહિ હરિના દેશમાં ને,

એવી રીતે રે’વું નિર્માન રે... ભક્તિ૦

પારકા અવગુણ કોઈના જુએ નહિ ને,

એને કહીએ હરિના દાસ રે,

આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,

એને દૃઢ કરવો વિશ્વાસ રે... ભક્તિ૦

ભક્તિ કરો તો એવી રીતે કરજો, પાનબાઈ!

રાખજો વચનમાં વિશ્વાસ રે,

‘ગંગાસતી’ એમ બોલિયાં, પાનબાઈ,

તો તો જનમ સફળ થઈ જાય રે... ભક્તિ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગાસતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન, જામનગર
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 2