eTlenTis meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
એટલેન્ટિસ શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- એ નામનો એક ખંડ. દરિયાકાંઠે થી ૫૦ સ્ટેડીઆના ( ૫ માઈલના ) અંતરે એના ઉપર એક મોટો પર્વત હતો. એના ઉપર હજારો જંગલી માણસો વસતા. એમની એક રૂપાળી કન્યાને પોસાઇડન દેવે પોતાની સ્ત્રી કરી. એનાથી એને દશ પુત્ર અવતર્યા. મોટા પુત્રનું નામ એટલાસ પાડ્યું અને એટલેન્ટિસના મેદાનવાળા પ્રદેશનો પોસાઇડને તેને રાજા બનાવ્યો. એના નામ ઉપરથી જ આખો ખંડ એટલેન્ટિસ કહેવાયો. તેને ફરતા ઘૂઘવતા મહાસાગરનું નામ પણ એટલેન્ટિક પડ્યું. એટલું જ નહિ, પણ હેરેકલીઝના સ્તંભો પાસે લીબિઅની પર્વતમાળાનું નામ પણ એટલાસ પડ્યું.
