nam alakhanun re rudiye - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નામ અલખનું રે રૂદિયે

nam alakhanun re rudiye

અમરસંગ અમરસંગ
નામ અલખનું રે રૂદિયે
અમરસંગ

નામ અલખનું રે રૂદિયે નિત રાખજો રે હો,

(અને) કરજો કરજો મુક્તિ કેરાં કામ રે હાં રે હાં... નામ૦

સાચા રે સંતોને શુદ્ધ ભાવે સેવજો રે હાં,

અને દિલમાં રાખો પૂરણ સંતો હામ રે, હાં રે હાં... નામ૦

શીલતાનો સિંગાર રે પહેરો સંતો પ્રેમથી રે હાં,

અને સત્ય શબ્દની શોધ કરો અઠજામ, હાં રે હાં... નામ૦

અજામેળ પાપી રે સત્યને નામે ઓધાર્યો રે હાં,

અને કેવું સુંદર નામ તારું પરિણામ રે, હાં રે હાં... નામ૦

‘રાજ અમરસંગજી’ રે ગાવે ગુણ ગોવિંદના રે હાં,

અને જ્યાં નામ તમે છોડી ઠામ તમામ, હાં રે હાં... નામ૦

સ્રોત

  • પુસ્તક : સંતોનાં ચરણોમાં (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : અરવિંદ આચાર્ય, ભૂપેન્દ્ર મો. દવે.
  • પ્રકાશક : શ્રી વર્ધમાન પ્રિન્ટિંગ અને પ્રકાશન સહકારી મંડળી લિ, સુરેન્દ્રનગર
  • વર્ષ : 1995