tame pamjo - Bhajan | RekhtaGujarati

તમે પામજો

tame pamjo

ગંગાસતી ગંગાસતી
તમે પામજો
ગંગાસતી

વિવેક રાખો તમે સમજીને ચાલો ને

વસતુ રાખો ગુપત રે,

મુખના મીઠા ને અંતરમાં ખોટા

એવાની સાથે થશો લુબ્ધ રે.

વિવેક રાખો તમે...

અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું

જેને રહેણી નૈં લગાર રે,

વચનલંપટ ને વિષય ભરેલા

એવાની સાથે મેળવવો નૈં તાર રે.

વિવેક રાખો તમે...

અહંતા, મમતા, આશા ને અન્યાય ને

ઈર્ષા ઘણી ઉરમાં રે,

એવા માણસને અજ્ઞાની ગણ્યા ને

પોતાની ફજેતી થાય રે.

વિવેક રાખો તમે...

દાઝના ભરેલા દૂબજામાં પૂરા ને

નૈં વચનમાં વિશ્વાસ રે,

'ગંગાસતી' એમ બોલિયાં ને

તમે પામજો એવાથી ત્રાસ રે.

વિવેક રાખો તમે...

સ્રોત

  • પુસ્તક : વસ્તુ અમૂલખ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : ફારૂક શાહ
  • પ્રકાશક : નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી
  • વર્ષ : 2012