બ્રાહ્મણકાલ શબ્દનો ગુજરાતી અર્થ |braahmaNkaal meaning in Gujarati | Rekhtagujarati

braahmaNkaal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બ્રાહ્મણકાલ

braahmaNkaal ब्राह्मणकाल
  • favroite
  • share

બ્રાહ્મણકાલ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ

  • બ્રાહ્મણગ્રંથો રચાયા તે સમય. તે ઈ. સ. પૂર્વે ૧૨૦૦નો મનાય છે.
  • સત્યયુગ. મહાભારતના યુદ્ધની પૂર્વે હજાર વર્ષ પહેલાંથી હિંદુસ્તાનમાં ઉત્તર સંસ્કૃતિનો આરંભ થઈ ગયો હતો. છેક પ્રાચીન કાળમાં પ્રાચીન સરસ્વતી નદીથી સિંધુ નદી સુધીના સુપ્રસિદ્ધ પ્રદેશમાં બ્રાહ્મણોની જ વસ્તી હતી. તેઓના મુખ્ય ધર્મ તો તપશ્ચર્યાનો હતો, છતાં ક્રમે ક્રમે તેઓએ યજ્ઞાદિ કર્મોની પણ યોજના કરી હતી. નદીઓના તટો ઉપર ફળફૂલથી લચી રહેલાં અરણ્યોમાં આશ્રમો બાંધીને અથવા પર્વતોની ગુફાઓમાં માત્ર વલ્કલ ધારણ કરી અને કુદરતે અર્પણ કરેલો ફળકંદથી ક્ષુધાની શાંતિ કરીને તેઓ દેવતત્ત્વ, ઈશ્વરતત્ત્વ અને બ્રહ્મતત્ત્વનું ચિંતવન કરવામાં જ પોતાનું આયુષ્ય ગાળતા. સમાધિ અવસ્થામાં તેઓને જે જે સત્યોની પ્રતીતિ થતી, તે તે સત���યોને તેઓ પોતાની કાવ્ય વાણીમાં અમર કરી ગયા છે. તેથી તેઓ ઋષિઓ અથવા મંત્રદ્રષ્ટાઓ કહેવાય છે. અને તેથી જ તેઓનાં કાવ્યો મંત્રો અથવા વેદજ્ઞાન કહેવાય છે. બ્રાહ્મણકાળનો અથવા સત્યયુગના કાળનો નિર્ણય કરવા સાધન નથી; તોપણ ઋગ્વેદિક ઇંડિઅ નામના ગ્રંથમાં અવિનાશચંદ્ર દાસે એમ સ્થાપિત કરવાનો યત્ન કર્યો છે કે, ભૂસ્તરના ચતુર્થ યુગ પહેલાં એટલે લગભગ સાડાપાંચ લાખ વર્ષ પહેલાં સપ્તસિંધુ પ્રદેશની ચારે બાજુ મોટા મોટા સમુદ્રો હતા. તે સમયમાં ઋગ્વેદના કેટલાક મંત્રો રચાયા છે. તે ઉપરથી બ્રાહ્મણકાળ ઓછાંમાં ઓછાં સાડાપાંચ લાખ વર્ષો પહેલાં પ્રવર્તતો હતો, એમ તેઓ અનુમાન કરે છે. આ બ્રાહ્મણકાળમાં અંગિરા, અથર્વ અને ભૃગુ ઋષિઓનાં કુળો મુખ્ય હતાં. અંગિરાના પુત્ર બૃહસ્પતિએ પણિઓનો નાશ કર્યો હતો. વિમદ ઋષિએ પણિઓ પાસેથી અંગિરાઓની ગાયો છોડાવી હતી. નમી આપ્ય ઋષિએ વૃત્રોના સરદાર નમુચિને હરાવીને તેના સો કિલ્લાઓ તોડી નાખ્યા હતા અને તેની રાજધાનીનો નાશ કર્યો હતો. દભીતિએ ધુનિ અને ચુમુરની એક્ત્ર સેનાનો પરાજય કર્યો હતો અને તેઓના ૩૦,૦૦૦ યોદ્ધાઓને રણસંગ્રામમાં કાપી નાખ્યા હતા. એતશ તથા રથે વૃત્રોના ૯૯ કિલ્લાઓ તોડી નાખી તેઓની સેનાનો નાશ કર્યો હતો. ઋજિધાને પિયુઓની સાથે વિગ્રહ થયો હતો. તે વિગ્રહમાં તેણે તેઓનાં કિલ્લાબંધ સો શહેરોનો નાશ કર્યા અને તેઓના સરદાર વૃગંદ સહિત ૫૦,૦૦૦ યોદ્ધાઓને મારી નાખ્યા હતા. અંગિરા ગોત્રના અર્જુનીના પુત્ર કુત્સ ઋષિને તો એક તરફ અસુરોના રાજા શુષ્ણ સાથે નૌકાયુદ્ધ થયું હતું. બીજી તરફ ગાંધર્વો એટલે ગાંધાર દેશના લોકો સાથે તેને લડવું પડ્યું હતું અને ત્રીજી તરફ આર્ય રાજાઓ સાથે પણ તેને અનેક વિગ્રહોમાં ઊતરવું પડ્યું હતું. આ સઘળા વિગ્રહોમાં તેણે વિજયો મેળવ્યા હતા અને એકસંપી કરીને આવેલા રાજાઓને તેણે નમાવ્યા હતા. સઘળી હકીકતો ઉપરથી બ્રાહ્મણકાળમાં રાજસત્તા બ્રાહ્મણો પાસે હતી એમ સિદ્ધ થાય છે.

આપને આ પણ વાંચવું ગમશે