રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરહેણીમાં એક સાહેબ સૂઝે, નુક્તે સાંઈ નિવાજે.
કર્યાં કરમ ભોગવવા પડશે, કરમ કરી બંધાયા,
વસ્તુ રૂપ પર વારી જાઉં, પહેલું રૂપ છે કાયા રે... રહેણીમાં૦
ઢોંગ કરીને ધૂતી ખાતા, સુખે સૂવા કાજે,
પોતાનું મન જીત્યા વિના, સાહેબ ક્યાંથી રાચે રે... રહેણીમાં૦
રહેણીનો રંગ માતો કહીએ, તરવેણીમાં તારે,
દાસ ‘ઉમર’ પર દયા સતગુરુની, નૂર નજરે ભાળે રે... રહેણીમાં૦
raheniman ek saheb sujhe, nukte sani niwaje
karyan karam bhogawwa paDshe, karam kari bandhaya,
wastu roop par wari jaun, pahelun roop chhe kaya re raheniman0
Dhong karine dhuti khata, sukhe suwa kaje,
potanun man jitya wina, saheb kyanthi rache re raheniman0
rahenino rang mato kahiye, tarweniman tare,
das ‘umar’ par daya sataguruni, noor najre bhale re raheniman0

સ્રોત
- પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 728)
- પ્રકાશક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા. 'સાહિત્ય'
- વર્ષ : 1922