બેલીડા ઊઠો ઉતાવળા થઈ,
વાવણિયાં જોડો ખેતરમાં જઈ.
કરણીના કણ તમે લેજો મોંઘેરા, તન મન નાણાં દઈ,
ધરમ-કરમના ધોરી જોડી, વાવો અનુભવ ઓરણી લઈ... બેલીડા૦
અમર નામની ઓળું પાડો, કરો સુરતા સેઢા પર સઈ,
વાંક અંતરનો કાઢો વિવેકથી, ખોટનું ખાલું નહીં... બેલીડા૦
અનભેના અંકુર ઊગ્યા ખેતરમાં, ધીરજને ઢુંઢણે વઈ,
ફૂડ કપટનાં કાઢો પારેવડાં, મન રખવાળે રઈ... બેલીડા૦
પ્રેમના પોંખિયા લણજો પ્રીતેથી, ખબર ધણીને દઈ,
'દાસ દયો' કે’ એમ કીધી કમાઈ, તેની ભવની ભાવટ ગઈ... બેલીડા૦
beliDa utho utawla thai,
wawaniyan joDo khetarman jai
karnina kan tame lejo monghera, tan man nanan dai,
dharam karamna dhori joDi, wawo anubhaw orni lai beliDa0
amar namni olun paDo, karo surta seDha par sai,
wank antarno kaDho wiwekthi, khotanun khalun nahin beliDa0
anbhena ankur ugya khetarman, dhirajne DhunDhne wai,
phooD kapatnan kaDho parewDan, man rakhwale rai beliDa0
premna ponkhiya lanjo pritethi, khabar dhanine dai,
das dayo ke’ em kidhi kamai, teni bhawni bhawat gai beliDa0

સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો અને કવિઓ : ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 294)
- સંપાદક : દુલેરાય કારાણી
- વર્ષ : 1964