harijan hai nyaaraa - Bhajan | RekhtaGujarati

હરિજન હૈ ન્યારા

harijan hai nyaaraa

ટેલવા ભગત ટેલવા ભગત
હરિજન હૈ ન્યારા
ટેલવા ભગત

ભલે કરે જગત વહેવારા, વરતી હોય બ્રહ્મ-આકારા,

હરિજન હૈ ન્યારા... હૈ ન્યારા...

પંચ વિષયનો સ્પર્શ લાગે, વરતી નિરવિકારા... ગુરુજી,

જળમાં કમળ જેમ વસે, જળકૂકડ-અભેદ્ય ભીતર મારા... હરિજન૦

જૈસે જીભ્યા વસે વદનમાં, અહો–નિશ કરે આહારા... ગુરુજી,

નિર્મળ મેાતી વસે નીરમાં, અહિમુખ મણિ અવિકારા.... હરિજન૦

પર ઘર જઈને વસે પરાણો, અંતર ભેદ અપારા... ગુરુજી,

હરખ-શોક નહિ તેના અંતરમાં-હાંસલ ખેાટ હજારા... હરિજન૦

ચકમક જળમાં રાખે અનલ કો, હરિજન હૈ એકતારા... ગુરુજી,

ગુરુ પ્રતાપે ગાય 'ટેલવો' નિજ વરતી અવિકારા... હરિજન૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989