બેસવું શબ્દનો ગુજરાતી અર્થ |besavu.n meaning in Gujarati | Rekhtagujarati

besavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બેસવું

besavu.n बेसवुं
  • favroite
  • share

બેસવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • આસન માંડવું (ઊભા હોય કે સૂતા હોય તેમાંથી)
  • નીચે આવવું, ઊતરવું (ભાવ, કચરો, જમીન વગેરે)
  • બંધબેસતું આવવું (ડગલો)
  • શરૂ થવું (ઋતુ, વર્ષ)
  • (ફ્ળફૂલનું) આવવું
  • કિંમત લાગવી, મૂલ પડવું
  • લાગવું, ચોટવું (પાસ, ડાઘ, રંગ, વાસ)
  • પેસી જવું, વાગવું, લાગવું. ઉદા. હાથમાં ચપ્પુ બેઠું.
  • સ્થાપિત થવું, જારી થવું, કામમાં લાગવું. ઉદા. જપતી બેઠી, કોર્ટ બેઠી, દશા બેઠી, (કામ પર કે ઘે૨) દરજી સુતાર વગેરે બેઠો છે-બેસાડ્યો છે, નિશાળે બેસવું
  • અર્થ સમજાવો, રીત પ્રમાણે ગોઠવાવું (હિસાબ, કોયડો, વાક્ય)
  • વળવું, સ્થિર થવું. ઉદા. ચીતરવામાં તેનો હાથ બેઠો છે.
  • કામકાજ વિના પડી રહેવું. ઉદા. ભાઈ શું કરે છે ? -બેઠા છે.
  • જાડું-ખોખરું થવું. ઉદા. ગળું બેસી ગયું
  • રાહ જોવી, ખોટી થવું, ઉદા. બેસીને હું તો થાકયો
  • કસ કે તીક્ષ્ણતા દૂર થવી (કપડું, ધાર)
  • આધાર વિનાનું-તેજ વિનાનું થઈ જવું, ભાંગી પડવું. ઉદા. ઘર બેઠું = પતિ, પત્ની કે છોકરાં વિનાનું, ટેકા કે માલ વિનાનું થયું.
  • વ્યાપવું, જામવું. ઉદા. ક૨૫ બેસવો
  • બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા શરૂ કરવી, વળગવું-મંડવું એવો અર્થ બતાવે છે. ઉદા. રડવા-ખા-ગાવા-ભાગવા બેઠો અથવા અચાનક કે ભૂલથી તે કરી નાખવું એવો અર્થ બતાવે છે. ઉદા. લખી બેઠો, બોલી બેઠો

English meaning of besavu.n


  • sit, sit down or up
  • (of prices, dust, etc.) come down
  • (of garment) fit
  • (of season, year) set in, begin
  • (of flowers & fruits) spring (up)
  • cost (e. g. ચોપડીના બે રૂપિયા બેસે છે.)
  • stick, touch, (of blot, colour, etc.)
  • injure, wound, cut (e.g. હાથમાં ચપ્પુ બેઠો)
  • begin, start working, (e. g. કાર્ટ બેડી, જપતી બેઠી, દશા બેઠી)
  • be imposed (e. g. કર બેઠો)
  • (of puzzle, accounts) be understood, be arranged properly
  • become steady, pliable, (e.g. hand in painting)
  • be idle or without work
  • (of throat or voice) become hoarse
  • wait for
  • be detained
  • (of cloth) lose strength
  • (of edge of weapon) become blunt
  • (of house, family) be supportless or be ruined (e.g. ધર બેઠું)
  • (of awe, sway) spread, be established, (e.g. કરપ બેસવો)
  • used in conjunction with other verbs બેસવું means begin that activity or do it through mistake or accidentally (e.g. ખાવા બેસવું, લખી બેઠો, બોલી બેઠો, etc.)

बेसवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • आसीन होना, बैठना
  • नीचे आना, घटना, गिरना ( भाव, दाम) , नीचे बैठना (तलछट) , तह में जमना, बैठना (कचरा)
  • अपनी जगह पर ठीक आना, छोटा बड़ा न होना, अँटना, बैठना (कोट, टोपी)
  • शुरू होना (वर्ष, ऋतु)
  • फल-फूल लगना, आना
  • क़ीमत या दाम लगना
  • दाग़ लगना, असर होना (रंग, बास आदि का)
  • धँसना, बैठना, चुभता, कट जाना, लगना (छुरी या चाकू)
  • स्थापित होना, इजलास करना, शुरू होना, जारी होना, खुलना, (कोरट, दशा, क़ुक़ आदि)
  • अर्थ समझा जाना, सुलझना (हिसाब, वाक्य , प्रश्न )
  • सधना, मॅजना, (हाथ) बैठना
  • बेकार रहना, बैठा-ठाला होना, बैठना
  • गला बैठना, आवाज भारी होना
  • बाट जोहना, अगोरना
  • कस या पैनापन दूर होना, बिगड़ना (कपड़ा, धार आदि)
  • डूबना, उजड़ना, बैठना , आश्रयहीन होना
  • (धाक) जमना

આપને આ પણ વાંચવું ગમશે