alakh nam dhun lagi gagan mein - Bhajan | RekhtaGujarati

અલખ નામ ધુન લાગી ગગન મેં

alakh nam dhun lagi gagan mein

છોટમ કવિ છોટમ કવિ
અલખ નામ ધુન લાગી ગગન મેં
છોટમ કવિ

અલખ નામ ધુન લાગી ગગન મેં, મગન ભયા મન મેરાજી,

આસન મારી સુરત દૃઢ ધારી, દિયો અગમ ઘર ડેરા જી... અલખ૦

ઈંગલા પિંગલા દોનું છોડી, સુખમણ ચિત્ત દૃઢ ધારા જી,

ત્રિવેણીમાં તાર મિલાવા, અજંપા આદિ ઉચાર્યા હો જી. અલખ૦

જહાં તંત્ર અનહદ બાજે અહોનિશ, હોત નાદ અણકારા જી,

ઘન બિન અદ્‌ભુત હોત ગર્જના, બરસે અમૃતધારા હો જી... અલખ૦

કોટી કોટી રવિ શશિ કી શોભા, ઝગમગ જ્યોતિ ઉજારા જી,

જન ‘છોટમ’ સતગુરુ પ્રતાપે, દરશા અલખ દેદારા જી... અલખ૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 222)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2