mari walapna wishram - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી વાલપના વિશરામ

mari walapna wishram

ગંગ સાહેબ ગંગ સાહેબ
મારી વાલપના વિશરામ
ગંગ સાહેબ

મારી વાલપના વિશરામ, જીવન ધન સાચું રે,

જાણીએ ગુરુદેવની ટેક, બ્રદ નથી કાચું રે... મારી૦

અમને રાંકુને રોગ નાથ, ઓસડથી ઉગારો રે,

મારા રુદિયા કમળની માંય, પ્રેમે પધારો રે... મારી૦

જિયાં સદ્‌ગુરુજીનાં સુખ, દુઃખ નહીં કોઈ રે,

ત્યાં દાખું છું રે દયાળ, રવિ સન્મુખ જોઈ રે... મારી૦

મારા પ્રાણ પતિનો પ્રતાપ, ભરૂસો છે ભારી રે,

પતિવ્રતા ચડી નિરવાણ, ગુણિકાને ઉગારી રે... મારી૦

એવી વિકટ વેળામાં વાર, ત્યાં સાર તમારી રે,

મારા અવગુણનો નહીં પાર, તમે છો ગુણકારી રે... મારી૦

સખી સદ્‌ગુરુજીને સંગ, કારજ મેં કીધાં રે,

'ગંગારામ' સમર ગુરુ ખીમ, અવિચળ સુખ લીધાં રે... મારી૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6