રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું!
સૂરજ ઊગ્યો છે લાવો, થોડી શબનમ હુંય વરસાવું,
તમારી યાદ રૂપે છે હૃદયમાં કંઈ સુમન જેવું.
કોઈ જો સ્હેજ છેડે છે તો એ શરમાઈ જાયે છે,
તમે દિલમાં વસ્યા છો તો થયું છે દિલ દુલ્હન જેવું.
તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું'તું ચમન જેવું.
હવે તો 'સૈફ' ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
kadi wastibharyun lagyun kadi weran wan jewun,
jawaniman jiwan par thai shakyun kyan kani manan jewun!
suraj ugyo chhe lawo, thoDi shabnam hunya warsawun,
tamari yaad rupe chhe hridayman kani suman jewun
koi jo shej chheDe chhe to e sharmai jaye chhe,
tame dilman wasya chho to thayun chhe dil dulhan jewun
tame risate na to panakharno kram na jalwate,
amari bhool ke dilne sajawyuntun chaman jewun
hwe to saiph ichchha chhe ke mrityu dwar khakhDawe,
ghaDibhar to mane lage koina agaman jewun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 254)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4