માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
કદમના રુધિરની એ લાલી મળી કે,જગત-દષ્ટિએ એ રતન થઈ ગયા છે.
કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા,અશ્રુને ભાલ પર થઈ સરતાં ન આવડ્યું.
સનમના પેરની લાલી જિગરનું ખૂન મારું છે,અરે! એ રંગ મારો તો હજુ ફરિયાદ શાની છે?
એ ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા;એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા અમે.
જીવન-સંધ્યા સમે પણ એ જ રંગત, એ જ લાલી છે;કહ્યું કોણે કે કાયમ કોઈનાં જોબન નથી પહોંચ્યાં?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.