અંધારાં આવી પહોંચ્યાં છે અંજળની ચોરી કરવાને,જ્યોત જલાવીને શ્રદ્ધાની, દીવા ફરતે બેઠા છીએ.
એમાં નિરાંતે સૂતો હતો એની યાદ છે,હે ચોર, ચોરી જા બધું એક પારણા સિવાય.
ચમનમાં આવતાં મુખ કેમ ફિક્કું થઈ ગયું, દિલબર?ફૂલોએ રંગ તો ચોરી નથી લીધા વદનમાંથી?
કાલે પાછું આ જ જગાએ આવીને પાછા મળવાનુંસાંજનું થોડું અજવાળું સૂરજ પાસે ચોરી લેવાનું
કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ તોય પણચોરી રહી છે કેવું બદન! રાત તો જુઓ!
પિવાડવું જો ના બને, પીવું પછી ચોરી કરી;આલમ રડે, હું ક્યાં હસું? એ ખૂન જોવાતું નથી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.