આંધળી એક ટોર્ચ લઈ ઊભો છે પોલીસ એકલો;ને મહાત્મા ગાંધી માર્ગે એ ટ્રાફિક–સિગ્નલે બાંધે છે માળો કાગડી પણ બેધડક; લાઇટ્સ ઑફ!
એકદમ અંધારપટની વાત માંડીને કરું,ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.
જગતમાં આપનાથી ક્યાં કોઈ સારી હવેલી છે,પરંતુ કેમ એને ત્યાં હવા ઉપર ચણેલી છે?
એક સતત ચાલ્યા જ કરતું ભાગ્યનું અંધેર છું,શુભઅશુભનાં ચોપડામાં આંકડો હું તેર છું.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.