tara namno diwo dharun - Ghazals | RekhtaGujarati

તારા નામનો દીવો ધરું

tara namno diwo dharun

ગુંજન ગાંધી ગુંજન ગાંધી
તારા નામનો દીવો ધરું
ગુંજન ગાંધી

એકદમ અંધારપટની વાત માંડીને કરું,

ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.

આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ,

જે કર્યું ખોટું બધું કંઈ એય થઈ જાશે ખરું.

કેટલાં ખાબોચિયામાં દર વખત ડૂબ્યા પછી,

એમ કે પહોંચી જવાશે, લાવને દરિયો તરું.

સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહું,

ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.

રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,

લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.

સ્રોત

  • પુસ્તક : અવાજો પણ કદી દેખાય તો? (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : ગુંજન ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2013