jagatman apnathi kyan koi sari haweli chhe - Ghazals | RekhtaGujarati

જગતમાં આપનાથી ક્યાં કોઈ સારી હવેલી છે

jagatman apnathi kyan koi sari haweli chhe

ગુંજન ગાંધી ગુંજન ગાંધી
જગતમાં આપનાથી ક્યાં કોઈ સારી હવેલી છે
ગુંજન ગાંધી

જગતમાં આપનાથી ક્યાં કોઈ સારી હવેલી છે,

પરંતુ કેમ એને ત્યાં હવા ઉપર ચણેલી છે?

મને સમજાય પહેલા સમજી જાય છે વાતો,

કે મારી લાગણી મારાથી બહુ સારું ભણેલી છે.

તરત ઊભા થઈને ચાલતી પકડી, ના રોકાયો,

પવન પર વિશ્વને ઘમરોળવાની ધૂન ચડેલી છે.

તને જોયાની ઘટના યાદ પણ ના સ્પષ્ટ એવી કંઈ

તને જોયા પછીથી આંખમાં ઝાંખપ વળેલી છે.

બનાવું છું દિવસભર જાતને, સાંજે જતો તૂટી,

કોણે સાદડી ગુંથી અને પાછી ઊકેલી છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ