એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.
તોફાન, વમળ, મોજાં, એ તો જીવનની ખરેખર દુનિયા છે,ઓ પ્રેમની નૌકાના નાવિક! શોધે છે કિનારો શા માટે?
પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,કિનારો તજી દે, નહીં રાખ ભો.
વિચાર આવે છે મોજાંની બધી લિજ્જત મરી જાશે,કિનારો જોઈને પણ નાવ થોભાવી નથી શકતો.
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?
આ કિનારો આ હવા મોજાં અને પડછાટ આસાંજ આજે પણ નદી થઈ ને વહી ગઈ એકદમ
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.