પાગલયંત્ર
ધૂપેલ તેલ ગાળવાનું એક જાતનું સાધન. જમીનમાં ખાડો કરી તેમાં એક નાની તપેલી મૂકવી. તે તપેલી ઉપર એક માટલામાં જે વસ્તુનો ચૂવો કે તેલ પાડવું હોય તે લઈ તેના મોં ઉપર કપડું બાંધી કપડમટ્ટી કરવી. પછી તે માટલાને ઊંધું વાળવું. તપેલી દટાઈ જાય એટલી ધૂળ વાળી દેવી અને માટલા ઉપર છાણાનો અગ્નિ કરવો. બૈરાંઓ ધૂપેલ તેલ પાડવા માટે તપેલા ઉપર ગોળાનો કાંઠો મૂકી તેમાં તેલ તથા વાસણાં ભરેલો ઘડો ઊંધો પાડે છે અને પછી ધડા ઉપર અગ્નિ કરે છે. તે પણ આ જાતનું જ યંત્ર છે.