muuळchand sonii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મૂળચંદ સોની શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ
- એ નામનો અજમેરનો એક સોની. તેણે જૈન માન્યતા મુજબનું લાકો રૂપિયા ખર્ચીને એક સુંદર મંદિર બંધાવેલ છે. પચાશેક લાખ રૂપિયાને ખર્ચે તૈયાર થયેલું તે મંદિર ખાસ જોવા લાયક છે. તેમાં જૈન માન્યતા મુજબનાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ઈત્યાદિની રચનાના દેખાવો આકર્ષક છે. મંદિરને ઉપલે માળે એ બધી રચના હોઈ આજુબાજુનાં કાચનાં બારણાં વગેરેમાં જરાએ જરા દેખાય એવી ગોઠવણ રાખી છે. તેનાથી ઉપલે માળેથી પણ આ જોઈ શકાય છે. ચિત્રો વગેરે કાચમાં ગોઠવ્યાં છે. ઘણાં ચિત્રો સોનેરી છે. ચિત્રે ચિત્રે નવીનતા છે.
