noor darga par wari - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નૂર દરગા પર વારી

noor darga par wari

ગંગેવદાસ ગંગેવદાસ
નૂર દરગા પર વારી
ગંગેવદાસ

નૂર દરગા પર વારી, ખાવિંદ નિત્ય ચડે અસવારી,

હુકમ કરો તો રહીએ હજૂરમાં, નૂર દરગા પર વારી જી.

પાંચ તત્ત્વ કા બન્યા બંગલા, દસ માંહી મેલી બારી જી,

અવિનાશી તો આવે ને જાવે, સરભંગીના યારી... નૂર૦

સાચાની સાથે સગપણ કીધું, તન વીંધાણું ગુરુ બારણે,

ભવસાગરથી તારી લીધા, વાળ તારે વારણે... નૂર૦

પરબે તો પીર પોતે પધાર્યા, નકલંક નેજાધારી,

લીલાં ને પીળાં નિશાન ફરકે, દરગા ઉપર વારી... નૂર૦

પ્રીત વિના પરમોદિયે, તે ખાંડ લાગે ખારી,

હેત વિના હરિ હાથ આવે, હેત તણી બલિહારી... નૂર૦

અનામ ચીનો આત્મા, તેણે દિલની દુગ્ધા ટાળી,

‘ગંગેવદાસ’ મા હૂરાને ચરણે, અલખ લીઓ ઉગારી... નૂર૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 172)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ.
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2