i.inTDii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઈંટડી શબ્દનો ગુજરાતી અર્થ
સ્ત્રીલિંગ
- ઈંટ.
- માણસ, કૂતરાં, ઢોર અને બીજાં પ્રાણીઓના શરીરને વળગતાં ઘણાં બાહ્ય પરોપજીવી જંતુમાંનું એક; ઈતડી. લાકડાને પણ વળગતાં આ જીવડાંની સ્વતંત્ર જીવી શકે એવી ઘણી જાતો જંગલોમાં અને ખેતરોમાં હોય છે, પરંતુ કૂતરાં, ઢોર વગેરેને ચોંટી જઈ થોડો વખત તેઓ તેમના ઉપર જીવે છે. આ જીવડું જેને ચોંટે તેની ચામડીમાં તે પોતાનું માથું ખોસી દઈ લોહી ચૂસવા માંડે. લોહી પી બહુજ જાડું થાય ત્યારે પકડ છોડી તે નીચે ખરી પડે છે. તે દુ:ખકારી પણ ખાસ ભયજનક કે ઝેરી નથી.
