ban giya phakir - Bhajan | RekhtaGujarati

બન ગિયા ફકીર

ban giya phakir

જેમલ ભારથી જેમલ ભારથી
બન ગિયા ફકીર
જેમલ ભારથી

બન ગિયા ફકીર,

ગુરુ, તારા નામને જંજીર

બાવા, મૈં બન ગિયા ફકીર જી.

લાગી લગના, ચડી ગગના, તરવેણીને તીર જી,

દેવીદેવતા મેળે મળિયાં, ગુણપતિ ગંભીર. -બાવા૦

અજપાના જાપ જપતાં, ચડે ઊલટી વી2 જી,

દસમે દ્વારે ચડીને જોયું, દેખ્યા અણઘડ પીર. -બાવા૦

અખંડ ધારા અમી વરસે, સુવાંતુનાં નીર જી,

વિના પાળે સરોવર ભર્યાં, હંસા નાયા નરમળ નીર જી. -બાવા૦

જોત જાગી, ભ્રાંત ભાગી હૈયે આવેલ ધીર જી,

જેમલ ભારથી બોલિયા ગુરુ ભાંગી ભવની ભીર. -

બાવા, મેં બન ગિયા ફકીર.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991