nurijan najre aawe - Bhajan | RekhtaGujarati

નૂરીજન નજરે આવે

nurijan najre aawe

જેઠીરામ જેઠીરામ
નૂરીજન નજરે આવે
જેઠીરામ

મન માયલાની ખબરું લાવે રે,

કોઈ કામ ક્રોધને હટાવે રે,

કોઈ એવા નૂરીજન1 નજરે આવે.

જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમના ભેદ બતાવે,

નામની તો રટણાયું રટી લ્યો, અંધિયારો મટી જાવે.

કોઈ એવા નૂરીજન નજરે આવે...

સંસાર સાગર મહાજળ ભરિયો, હરિજન વ્હાણ હંકારે,

એના માલમને પકડી વશ કરી લ્યો, પાર ઊતરી જાવે.

કોઈ એવા નૂરીજન નજરે આવે...

નિજ નામનાં નાંગળ નાખી, પવન–પુરુષ પધરાવેર,

અખંડ જ્યોતની અમર વાદળી, મોતીડાં વરસાવે,

કોઈ એવા નૂરીજન નજરે આવે...

સતની રોટી સબ સે મોટી, પ્યાસા હોય વો પાવે,

દોઈ કર જોડી ‘જેઠીરામ' બોલ્યા, સબ દુ:ખડા મટી જાવે.

કોઈ એવા નૂરીજન નજરે આવે...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 1