ગરદન, ડોક
એ નામનો એક મોટો સ્નાયુરજ્જુ. તે ડોકની સાતમી કશેરુકાના પૃષ્ઠકંટક ઉપર લાગેલો છે અને શિરોગ્રીવ સંધિને મજબૂત ટેકો આપે છે. પશ્ર્ચિમાર્બ��દથી ઊતરી આવી મહાવિવર સુધી પહોંચતી મધ્યાલિકા નામની રેખાને તે લાગેલો છે.
ડોકમાં પહોંચતી કરોડ રજ્જુની ઉપરની અણી કે ટોચ
પાછળ નજર કરીને જોવું તે.
ડોકના મૂળ ભાગમાં આવેલી એ નામની રસાયની.
ગર્ભાશયની અંદરનો એક ભાગ. ગર્ભાશયગ્રીવા પછીના ત્રિકોણાકાર ભાગનો નીચેનો છેડો ગર્ભાશયની ગ્રીવાસરણિને મળેલો છે.
ડોકે બાંધેલી ઘંટડી.
ડોકના ભાગમાં રહેલી માંસધરા કલા.
ડોકનું અક્કડાઈ જવું તે; ડોકનો એક જાતનો રોગ.
ડોકને ઠેકાણે આવેલું; ગ્રૈવેયક.
ડોકની પાછળના ભાગ
ડોકની દરેક બાજુએ તેના મૂળ ભાગમાં સાતમી ગ્રીવાકશેરુકા ઉપરથી ફૂટતી પાંસળી.
ડોકના ભાગ, ગરદન
એ નામની એક આભ્યંતર પ્રાવરણી.
ડોકના પાછળના ભાગનું દંડ જેવું હાડકું.
ગ્રીવાપ્રચ્છદા પ્રાવરણીની બે શાખા પરસ્પર મળીને બનતી એ નામની એક કોથળી. તે ગળાની આગલી બાજુ ઉપર બરાબર મધ્ય રેખામાં છે. તેમાં શ્વાસનલિકા, અન્નનલિકા, ગ્રૈવેયગ્રંથિ, ગ્રસનિકા તથા સ્વરયંત્ર રહેલાં છે.
ડોકના પાછળના ભાગની એ નામની પેશી. તે ઉપલી પાંચ પૃષ્ઠશેરુકાનાં બાહુપ્રવર્દ્ધનો ઉપરથી ઉત્પન્ન થઈને બીજીથી પાંચમી સુધીની ગ્રીવાકશેરુકાના કંટકોમાં લાગેલી છે. આ પ્રમાણે ચાર મૂલ અને પાંચ મોંવાળી આ પેશી દેડકાના પગ જેવી દેખાય છે. ડોકના પાછલા ભાગમાં, મધ્ય રેખાની બાજુ ઉપર સૌથી ઊંડાણમાં આ પેશી રહેલી છે. તે ગ્રીવાવંશને પાછળ ખેંચે છે તથા બાજુ ઉપર મરડે છે.