રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું;
એક રણ હતું, એ રણમાં સરોવર ન થઈ શક્યું.
હરદમ ગુલાબો છાબભરી વ્હેંચતો રહ્યો;
માળીથી તાજાં ફૂલોનું અત્તર ન થઈ શક્યું.
દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ,
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.
ખંડેર દેખી આશના કંઈ કાફલા રડ્યા;
તૂટેલ આ મિનારાનું ચણતર ન થઈ શક્યું.
હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ;
શું ઝાંઝવાંથી, કાર્ય મનોહર ન થઈ શક્યું?
પૂછી મને મનસ્વી પ્રણયની કથા? સુણો!
મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.
‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ-કદમ;
આ માર્ગમાં પડેલ કો' પગભર ન થઈ શક્યું.
chahyun hatun jiwananun te ghaDtar na thai shakyun;
ek ran hatun, e ranman sarowar na thai shakyun
hardam gulabo chhababhri whenchto rahyo;
malithi tajan phulonun attar na thai shakyun
dilne hajaro war dabawyun, chhatan juo,
a meen enun e ja chhe, paththar na thai shakyun
khanDer dekhi ashna kani kaphla raDya;
tutel aa minaranun chantar na thai shakyun
harnanni pyas ranman sadani chhipi gai;
shun jhanjhwanthi, karya manohar na thai shakyun?
puchhi mane manaswi pranayni katha? suno!
mein je chahyun te apthi aksar na thai shakyun
‘sabir’ najar jhukawine chalo kadam kadam;
a margman paDel ko pagbhar na thai shakyun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4