રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆવે છે અગર અશ્રુ આંખે,
પી જાઉં છું, સંયમ રાખું છું;
જે વાત છે મારા અંતરની,
એ વાત હું મોઘમ રાખું છું.
એક તું કે નથી પરવા જેને,
એક હું કે સદા ગમ રાખું છું;
ઓ પથ્થરદિલ! લે તું જ કહે,
દિલ કેવું મુલાયમ રાખું છું!
હું પ્રેમનાં બંધન છોડું છું,
પણ પ્રેમ ન બંધન છોડે છે;
દુનિયાથી સદંતર દૂર છતાં,
દુનિયાની ગતાગમ રાખુ છુ.
એ સૂર્ય-કમળ, એ ફૂલ-ભ્રમર,
એ ચાંદ–ચકોરો શું જાણે?
છે પ્રેમ કરુણામય મારો,
હું પ્રેમ અનુપમ રાખું છું.
ચિંતાઓ, વ્યથા, અશ્રુઓ,
નિશ્વાસ, નિરાશા, લાચારી;
એક જીવને માટે જીવનમાં
મૃત્યુના ઘણા યમ રાખું છું.
એક વાર નમાવી ચરણોમાં
ના શીશ ઉઠાવી જાણું છું,
એ ગર્વ નથી પણ શ્રદ્ધામાં
મસ્તક હું અણુનમ રાખું છું.
ઓ ફૂલમાં કંટક જોનારા!
ઓ ચંદ્રમાં ડાઘા કહેનારા!
એ દોષ છે તારી દૃષ્ટિનો,
એ દોષની હું ગમ રાખું છું.
ઠારીને ઠરું એ દીપ નથી,
બાળીને હું બળું એ જયોત નથી;
એક પુષ્પ છું જીવન-ઉપવનમાં,
હું રંગ ને ફોરમ રાખું છું.
વાવ્યું જે ગઝલનું ઉપવન મે
એક શૂન્ય હૃદયની ભૂમિમાં;
સીંચીને ઊર્મિ-રક્ત વડે એ
બાગ લીલોછમ રાખું છું.
aawe chhe agar ashru ankhe,
pi jaun chhun, sanyam rakhun chhun;
je wat chhe mara antarni,
e wat hun mogham rakhun chhun
ek tun ke nathi parwa jene,
ek hun ke sada gam rakhun chhun;
o paththardil! le tun ja kahe,
dil kewun mulayam rakhun chhun!
hun premnan bandhan chhoDun chhun,
pan prem na bandhan chhoDe chhe;
duniyathi sadantar door chhatan,
duniyani gatagam rakhu chhu
e surya kamal, e phool bhramar,
e chand–chakoro shun jane?
chhe prem karunamay maro,
hun prem anupam rakhun chhun
chintao, wyatha, ashruo,
nishwas, nirasha, lachari;
ek jiwne mate jiwanman
mrityuna ghana yam rakhun chhun
ek war namawi charnoman
na sheesh uthawi janun chhun,
e garw nathi pan shraddhaman
mastak hun anunam rakhun chhun
o phulman kantak jonara!
o chandraman Dagha kahenara!
e dosh chhe tari drishtino,
e doshni hun gam rakhun chhun
tharine tharun e deep nathi,
baline hun balun e jayot nathi;
ek pushp chhun jiwan upawanman,
hun rang ne phoram rakhun chhun
wawyun je gajhalanun upwan mae
ek shunya hridayni bhumiman;
sinchine urmi rakt waDe e
bag lilochham rakhun chhun
aawe chhe agar ashru ankhe,
pi jaun chhun, sanyam rakhun chhun;
je wat chhe mara antarni,
e wat hun mogham rakhun chhun
ek tun ke nathi parwa jene,
ek hun ke sada gam rakhun chhun;
o paththardil! le tun ja kahe,
dil kewun mulayam rakhun chhun!
hun premnan bandhan chhoDun chhun,
pan prem na bandhan chhoDe chhe;
duniyathi sadantar door chhatan,
duniyani gatagam rakhu chhu
e surya kamal, e phool bhramar,
e chand–chakoro shun jane?
chhe prem karunamay maro,
hun prem anupam rakhun chhun
chintao, wyatha, ashruo,
nishwas, nirasha, lachari;
ek jiwne mate jiwanman
mrityuna ghana yam rakhun chhun
ek war namawi charnoman
na sheesh uthawi janun chhun,
e garw nathi pan shraddhaman
mastak hun anunam rakhun chhun
o phulman kantak jonara!
o chandraman Dagha kahenara!
e dosh chhe tari drishtino,
e doshni hun gam rakhun chhun
tharine tharun e deep nathi,
baline hun balun e jayot nathi;
ek pushp chhun jiwan upawanman,
hun rang ne phoram rakhun chhun
wawyun je gajhalanun upwan mae
ek shunya hridayni bhumiman;
sinchine urmi rakt waDe e
bag lilochham rakhun chhun
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : રાજેન્દ્ર શાહ
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1982