diwsone hun jiwanno darajjo nahin apun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું

diwsone hun jiwanno darajjo nahin apun

રઈશ મનીઆર રઈશ મનીઆર
દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું
રઈશ મનીઆર

દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું

થડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું

જ્યાં લગ બધા ઘાવને તિલક કરી દે,

શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું

કેવી મથામણ છે જે નવનીત આપે?

અવઢવને હું મંથનનો દરજ્જો નહીં આપું

બીમાર વિચારો, મને બસ માફ કરી દો!

તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું

બહુ બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને

હરએકને દુશ્મનનો દરજ્જો નહીં આપું

ઉન્મુક્ત અછાંદસનો વિષય છે તું, તને તો-

હું છંદના બંધનનો દરજ્જો નહીં આપું

ઊંચે અગર જાય, થશે દૂર ધરાથી

ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું

એક સભ્યતા ખાતર તને હું હાથ તો જોડીશ

કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું

સ્રોત

  • પુસ્તક : ગુજરાત દીપોત્સવી અંક 2020 (પૃષ્ઠ ક્રમાંક 451)
  • પ્રકાશક : માહિતી અને પ્રસારણ ખાતું, ગુજરાત રાજ્ય
  • વર્ષ : 2020