રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું
થડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું
જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે,
શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું
એ કેવી મથામણ છે જે નવનીત ન આપે?
અવઢવને હું મંથનનો દરજ્જો નહીં આપું
બીમાર વિચારો, મને બસ માફ કરી દો!
તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું
બહુ બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને
હરએકને દુશ્મનનો દરજ્જો નહીં આપું
ઉન્મુક્ત અછાંદસનો વિષય છે તું, તને તો-
હું છંદના બંધનનો દરજ્જો નહીં આપું
એ ઊંચે અગર જાય, થશે દૂર ધરાથી
ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું
એક સભ્યતા ખાતર તને હું હાથ તો જોડીશ
એ કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું
diwsone hun jiwanno darajjo nahin apun
thaDkaone dhaDakanno darajjo nahin apun
jyan lag e badha ghawne tilak na kari de,
shabdone hun chandanno darajjo nahin apun
e kewi mathaman chhe je nawanit na aape?
awaDhawne hun manthanno darajjo nahin apun
bimar wicharo, mane bas maph kari do!
tamne to hun sarjanno darajjo nahin apun
bahu bahu to hun paththar ganun, naDtar bane ene
harekne dushmanno darajjo nahin apun
unmukt achhandasno wishay chhe tun, tane to
hun chhandna bandhanno darajjo nahin apun
e unche agar jay, thashe door dharathi
gajhlone hun chintanno darajjo nahin apun
ek sabhyata khatar tane hun hath to joDish
e karyne wandanno darajjo nahin apun

સ્રોત
- પુસ્તક : ગુજરાત દીપોત્સવી અંક 2020 (પૃષ્ઠ ક્રમાંક 451)
- પ્રકાશક : માહિતી અને પ્રસારણ ખાતું, ગુજરાત રાજ્ય
- વર્ષ : 2020