sarowar na thai shakyun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સરોવર ન થઈ શક્યું

sarowar na thai shakyun

સાબિર વટવા સાબિર વટવા
સરોવર ન થઈ શક્યું
સાબિર વટવા

ચાહ્યું હતું જીવનનું તે ઘડતર થઈ શક્યું;

એક રણ હતું, રણમાં સરોવર થઈ શક્યું.

હરદમ ગુલાબો છાબભરી વ્હેંચતો રહ્યો;

માળીથી તાજાં ફૂલોનું અત્તર થઈ શક્યું.

દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ,

મીણ એનું છે, પથ્થર થઈ શક્યું.

ખંડેર દેખી આશના કંઈ કાફલા રડ્યા;

તૂટેલ મિનારાનું ચણતર થઈ શક્યું.

હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ;

શું ઝાંઝવાંથી, કાર્ય મનોહર થઈ શક્યું?

પૂછી મને મનસ્વી પ્રણયની કથા? સુણો!

મેં જે ચહ્યું તે આપથી અકસર થઈ શક્યું.

‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ-કદમ;

માર્ગમાં પડેલ કો' પગભર થઈ શક્યું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4