phutpatti - Free-verse | RekhtaGujarati

ફૂટપટ્ટી

phutpatti

વિપિન પરીખ વિપિન પરીખ
ફૂટપટ્ટી
વિપિન પરીખ

વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા

સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં

જૂનો કોટ,

શાળાની નોકરીએ એમને આટલો વૈભવ આપ્યો છે.

હવે ‘રીટાયર્ડ’ થયા છે.

સિંહ જેવો એમનો રોફ હતો.

એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી

અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થથરતા

એક દિવસ ખરાબ અક્ષર માટે

એમણે મને હાથ ઉપર ફૂટ મારેલું

તે હજી યાદ છે.

મને ઢીલા અવાજે કહે,

“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,

અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.

તારી ફૅક્ટરીમાં.....”

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980