Famous Gujarati Free-verse on Pustak | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુસ્તક પર અછાંદસ

પોથીનું આધુનિક સ્વરૂપ,

જેમાં લખાણવાળા પાનાંઓ વ્યવસ્થિત સચવાઈ શકે એમ સુગઠિત રીતે જોડાયા હોય. પુસ્તક એ જનસામાન્યને મળેલી મહાન સાક્ષરી ભેટ છે. યૂરોપમાં ૧પમી સદીમાં છાપકામ યંત્રની શરૂઆત થઈ અને ૧૬મી સદીમાં છાપાં છપાવાં માંડ્યાં. પુસ્તકોમાં શરૂઆતના તબક્કામાં બાઈબલ છપાયું પછી ધીમે ધીમે બીજા વિષય પર લેખન અને મુદ્રણ શરૂ થયાં. પણ એ સમયે સંદેશ વ્યવહાર ઝડપી નહોતો. કોઈ પણ શોધને વિશ્વમાં ફેલાતાં ખૂબ સમય લાગતો. બ્રિટન સંસ્થાનવાદનો ઘણાં પ્રાંતો પર કબજો હતો અને મુદ્રણ બ્રિટન સત્તાએ શાસનવ્યવસ્થાના અંકુશ હેઠળ રાખ્યું હતું. ૧૮મી સદીમાં જ્યારે બ્રિટન સરકારે મુદ્રણ માધ્યમ પર સેન્સરનો ભાર હળવો કર્યો, ત્યારે પ્રત્યાયનની એક નવી ક્રાંતિ આરંભાઈ જે વિશ્વભરમાં વ્યાપી અને સાહિત્યકળા જનસામાન્ય માટે મુક્ત થયું. એ અગાઉ સાહિત્ય ઉચ્ચ ઘરાણા, સંપન્ન લોકો સુધી સીમિત હતું અને સામાન્ય લોકો મુખોન્મુખ પદ્ધતિએ સાહિત્યનો આંનદ લેતાં. પુસ્તક છપાવાને કારણે વાચકો વધ્યાં, વાચકો વધવાને કારણે લેખકોને લખવાની પ્રેરણા મળી. સમાંતરે છાપાંઓ માટે સમાચાર ઉપરાંત લોકોને છાપાં તરફ આકર્ષિત કરે અને છાપાંમાં જગ્યા ભરાય એ માટે નિયમિત ‘લેખિત સામગ્રી’ની આવશ્યકતા ઊભી થઈ. છાપાંની આ જરૂરિયાતે ટૂંકી વાર્તા માટે મેદાન ઊભું કર્યું. આમ, મુદ્રણને કારણે સાહિત્યિક ક્રાંતિ થઈ. જેને કારણે પુસ્તક પ્રકાશનને ઉત્તેજન મળ્યું.

.....વધુ વાંચો