રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
હાથીભાઈ શહેર ચાલ્યા!
Hathibhai Shaher Chalya!
કિરીટ ગોસ્વામી
Kirit Goswami
નાનકડા હાથીભાઈ એક દિવસ મમ્મીને કહેવા લાગ્યા- 'આ જંગલમાં રહી-રહીને હવે કંટાળો આવે છે! સસલો,વાનર ને રીંછ...એનાં એ જ મિત્રો! કેરી,કેળા ને જામફળ...એનું એ જ, ખાવાનું! નદી,તળાવ ને મેદાન..અહીં ને અહીં જ, ફરવાનું! આ બધું હવે ગમતું નથી! આ જંગલ છોડીને ક્યાંક બીજે રહેવા ના જવાય?'
'પણ આપણે તો પહેલાથી જ જંગલમાં છીએ! બીજે ક્યાં જવું તો ક્યાં જવું?' મમ્મીએ કહ્યું.
'શહેરમાં!' હાથીભાઇ બોલ્યા.
મમ્મીએ કહ્યું- 'શહેરમાં આપણાથી ના જવાય! આપણું સાચું ઘર તો જંગલ જ છે!
'ના, મારે હવે જંગલમાં નથી રહેવું! મારે શહેરમાં જવું છે! શહેરમાં નવા મિત્રો મળશે! સરસ મજાનું ખાવાનું મળશે! ત્યાં ફરવાની પણ ઘણી સુંદર જગ્યાઓ હશે! મારે તો શહેરમાં જ રહેવા જવું છે!' હાથીભાઈએ જિદ્દ પકડી.
મમ્મીએ કહ્યું- 'ઠીક છે! તો ત્યાં તારું ધ્યાન રાખજે!'
'હા!' કહીને હાથીભાઈ તો હરખભેર શહેર તરફ ચાલતા થયા.
ખૂબ ચાલ્યા ત્યાં શહેર દેખાયું! મોટી-મોટી બિલ્ડીંગ! મોટા-મોટા રસ્તાઓ! ફાસમફાસ ચાલતાં વાહનો! ને કીડીયારાની જેમ ચારે બાજુએ માણસો જ માણસો!
હાથીભાઈ કલાક..બે કલાક...ત્રણ કલાક ઊભા રહ્યા પણ કોઈએ ન તો એમને બોલાવ્યા કે ન પાણી પાયું! હાથીભાઈ તો થાકીને બેસી ગયા!
ત્યાં એક કૂતરો તેમને જોઇ ગયો.એ તરત બોલ્યો- 'અરે! હાથીભાઈ! તમે શહેરમાં?'
'હા, યાર! મને હવે જંગલમાં મજા આવતી નથી! એનાં એ જ,મિત્રો! એનું એ જ ખાવાનું ને એ જ જંગલમાં ફરતા રહેવાનું હવે જરાય ગમતું નથી!' હાથીભાઈ બોલ્યા.
'તો?' કૂતરાએ પૂછ્યું.
હાથીભાઈ બોલ્યા- 'તો હું શહેરમાં આવી ગયો! અહીં નવા મિત્રો અને ફરવાની નવી જગ્યાઓ મળશે! શહેરમાં બધું નવું મળશે એટલે જલસા પડશે! તારી જેમ!'
'ના, ભૈ, ના! મારે કંઇ જલસા નથી! શહેરમાં તો જો, આમ ગળામાં પટ્ટો પહેરવો પડે! ને ક્યારેક પકડાઈને પાંજરે પણ પુરાવું પડે! ને ખાવાનું તો સરખું ક્યારેક જ મળે!' કૂતરાએ કહ્યું.
'ઓહો...' હાથીભાઈ તો આ સાંભળીને ચિંતામાં પડી ગયા. એમણે કહ્યું- 'તો હું ખોટો શહેરમાં આવી ગયો?'
'હા, હાથીભાઈ! શહેર કરતાં જંગલ, ખૂબ સારું! મન પડે તેમ રહેવા મળે! મન થાય એ ખાઈ શકાય! બધાંય મિત્રો પણ સારાં!' કૂતરાએ કહ્યું.
'હમમ...' હાથીભાઈએ માથું ખંજવાળ્યું. ઘડીક ચૂપ રહીને બોલ્યા- 'તો હું જંગલમાં પાછો ચાલ્યો જાઉં!'
કૂતરાએ કહ્યું- 'હા, ત્યાં જ મજા છે!'
'હા, હવે સમજાયું!' હાથીભાઈ એટલું કહીને ફરી જંગલ તરફ ચાલી નીકળ્યા.રસ્તામાં તેમને મમ્મીની વાત યાદ આવી- 'જંગલ જ આપણું સાચું ઘર છે' હાથીભાઈએ મનોમન નક્કી કર્યું- 'હવે ક્યારેય જંગલ છોડી અને શહેરમાં જવાનો વિચાર નહીં કરું!'

સ્રોત
- પુસ્તક : ઉંદરભાઈનો ઝૂલો (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : કિરીટ ગોસ્વામી
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023