રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકૂતરો પર બાળવાર્તાઓ
બાળવાર્તા(11)
-
ચકી અને ચકાની નવી વાર્તા
એક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. તેની ખીચડી રાંધીને ચકી પાણી ભરવા ગઈ. પછી ચકો ખીચડી ખાઈ ગયો અને આંખે પાટા બાંધી સૂઈ ગયો. ચકી પાણી ભરીને આવી ત્યારે તેની પાસે જૂઠું બોલ્યો કે, ‘રાજાનો કૂતરો આવીને ખીચડી ખાઈ ગયો.
-
ડાઘિયાની પૂંછડી વાંકી
કૂતરાંનું ગામ. એમાં એકલા કૂતરાંઓ રહે. મોજમજા કરે. ગામમાં ધોળું ધોળું ને ગોળમટોળ ગલૂડિયું રહે. એનું નામ ડાઘિયો. ડાઘિયાને પોતાની વાંકી પૂંછડી ન ગમે. એને થાય : પૂંછડી સીધી રહેતી હોય તો કેવી સરસ લાગે. ડાઘિયો માને કહે : મા, મા, આ મારી પૂંછડી સીધી
-
બીરવાની બોરડી
એક દિવસ બીરવાના માસી આવ્યાં. માસી બોર લાવ્યાં. બીરવાને બોર બહુ ભાવે. બીરવાએ ધરાઈને બોર ખાધાં. ઠળિયા ઘરની પાછળ આવેલા વાડામાં નાખ્યા. બીજે દિવસે સવારે બીરવા ઘરપછવાડે ગઈ તો નવાઈ પામી. વાડામાં એક બોરડી ઊગી હતી. એક જ રાતમાં તે એક હાથનો છોડ થઈ ગઈ.
-
હાથી જેવડો ઉંદર
ટાબરો કરીને એક ઉંદર હતો. એણે એક વાર હાથી જોયો. એને થયું કે હું આવડો હાથી જેવડો હોઉં તો કેવું સારું! એણે કૌરવ કાગડાને વાત કરી. કૌરવ દેશવિદેશ ફરેલો. એ બધું જાણે. એણે કહ્યું : ‘તું પેલા ફતા વૈદ પાસે જા!’ ટાબરો ફતા વૈદને ઘેર ગયો. કહે : ‘વૈદરાજ,
-
ડોસીમાની રોટલી
એક હતું શહેર. આ શહેરમાં એક પોળ. એની એક ગલીમાં એક ડાઘિયો કૂતરો, કૂતરી અને ચાર સરસ કુરકુરિયાં રહે. એ ગલીનાં નાનાંનાનાં છોકરાંઓ તો આખો દહાડો કુરકુરિયાંને રમાડે. કૂતરો અને કૂતરી આજુબાજુથી જે કાંઈ મળે તે લાવે. પોતે ખાય અને થોડું થોડું કુરકુરિયાંને આપે.
-
ઉછીનું ક્યાં સુધી ચાલે?
એક હતું ખેતર. આકાર એનો લંબચોરસ. તેને ચાર ખૂણા. દરેક ખૂણામાં એકે-એક ઝાડ અને એક-એક ઘર. ઇશાન ખૂણામાં લીમડાનું ઝાડ. તેના થડ નીચે કૂતરો રહે. મોતિયો એનું નામ. અગ્નિ ખૂણામાં સરગવાનું ઝાડ. તેની નીચે મરઘીબાઈ રહે. નામ એનું મોંઘી નૈર્ઋત્ય ખૂણામાં ગુંદાનું
-
બિચારો ગધેડો
એક હતો ગધેડો. આખો દિવસ આમથી તેમ રખડતો રહેતો. નહિ કોઈ ધોબીનો નોકર કે નહિ કોઈ કુંભારનો ગુલામ. જ્યાં મન થાય ત્યાં રોકટોક વિના ચાલ્યો જાય. તેના પર હુકમ કરવાવાળું કોઈ નહોતું. આખો દિવસ પોતાની મસ્તીમાં ફર્યા કરતો. ગધેડો શહેરમાં હંમેશાં પોતાને વિશે
-
જાતભાઈ માટે પ્રેમ
કુમારી નેપિયર નામની એક યુરોપિયન બાઈ પાસે એક મોટો પાળેલો કૂતરો હતો. એ કૂતરાને શેઠાણીએ એક કામ સોંપ્યું હતું. દરરોજ ભઠિયારખાનામાં જઈ ભઠિયારાને ત્યાંથી એક ઝોળી રોટી (બ્રેડ) લાવવાનું કામ એ કૂતરો કરતો. આપણા દેશમાં આપણું ખાવાનું દરરોજ
-
જેવા સાથે તેવા
એક વેપારી હતો. એનું મકાન બહુ મોટું અને પૈસોય પુષ્કળ. એટલે એને મકાનમાં ચોરી થવાનો ડર લાગે. એણે એક ચોકીદાર રાખવાનો વિચાર કર્યો. પણ ચોકીદારને મહિને બે હજાર આપવા પડે તે એને છાતીએ વાગ્યા. એક વરસના પચીસ હજાર અંદાજે થઈ જાય. ચોકીદાર રાખવાનો વિચાર તેણે માંડી