ભજન
જેમાં ઈશ્વરને ભજવાનો ભાવ કેન્દ્રમાં હોય એવાં પદને 'ભજન' તરીકે ઓળખવામાં આવે છે. ભજન એ મધ્યયુગનો જાણીતો કાવ્યપ્રકાર છે. વિષયની ભવ્યતા, ગૂઢતાનું નિરૂપણ, સરળ બાની, ગેયત્વ, ચોટદાર ધ્રુવપંક્તિ વગેરે ભજનના લક્ષણો છે.
અનુભવાનંદ
મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ. ઈ. સ. ૧૭૧૪માં હયાત. તેમનો જન્મ જૂનાગઢના નાગર પરિવારમાં થયો હતો. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. સંન્યાસનું નામ અનુભવાનંદ. તેમણે અધ્યાત્મ અને ભક્તિ વિષયક અનેક કૃતિઓની રચના કરી છે. બ્રહ્મવિલાસ, ભાગવતસાર, શ્રીધર ગીતા, વિષ્ણુ વિલાસ, વિવેક શિરોમણી, આત્મ સ્તવન છંદ, શિવ ગીતા, બ્રહ્મગીતા, અંબાજીનો ગરબો, વૈરાગ્યનાં પદો અને ગરબા-ગરબીઓ તેમણે રચી છે. ‘વિષ્ણુપદ’ નામે જાણીતા આધ્યાત્મિક પદોમાં ઈ. સ. ૧૭૧૪થી ૧૭૩૩ સુધીના રચના વર્ષોનો ઉલ્લેખ મળે છે
- 17મી સદી - 18મી સદી
- પરબધામ, ભેંસાણ
- 1804 - 1843
- ધ્રાંગધ્રા
- 18મી સદી - 18મી સદી
- પાલનપુર
- 1800 - 1900
- જામકંડોરણા
આદિતરામ
આદિતરામને નામે માતાજી વિષયક કેટલાંક મુદ્રિત પદો મળે છે જેમાંનાં ૧માં ‘અષ્ટાદશ અષાઢે રે કૃષ્ણપક્ષ ત્રતિયાને ગુરુવાર રે’ એવી પંક્તિ છે જે સં. ૧૮૧૮ કે સં. ૧૯૧૮ હોવાની શક્યતા છે. આદિતરામને નામે ૪ કડીનું ભજન મળે છે તથા આદિતરામને નામે કેટલાંક ગરબા, ગરબી, પદો વગેરે મળે છે. આ આદિત, આદિતરામ અને આદિત્યરામ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
- 1616 -
- ઝીંઝુવાડા


















