રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝાડ પર બાળવાર્તાઓ
વૃક્ષ. પ્રદૂષણ ઘટાડવામાં
અસરકારક સાબિત થયા છે, પણ લાકડા અને જમીનની જરૂરિયાતને કારણે લોકો તેને કાપી રહ્યા છે. લોકવ્યવહાર – સાહિત્યમાં ઝાડ કે વૃક્ષ ને પિતા સાથે પણ સરખાવાય છે, કેમકે જેમ વૃક્ષની છાયા હોય છે એમ પિતાની કાળજી સંતાનો માટે હોય છે. ઝાડનો એક જુદો અર્થસંદર્ભ જગ્યા રોકનાર તત્ત્વ તરીકે પણ છે. કોઈ ઉચ્ચ સ્થાને હોય પણ કશું ખાસ કામ ન કરતો હોય એવો માણસ મૃત્યુ પામે ત્યારે ‘ઝાડ ગયું અને જગ્યા થઈ’ એમ કહેવત બોલાય છે. કેમકે જે પ્રમાણે ઝાડ ઊભું હોય ત્યારે એ જગ્યા રોકાયેલી રહે એમ કામ ન કરનાર પાસેની સત્તા બિનઉપયોગી છે. જગ્યા થઈ એટલે હવે એ સ્થાને આવનાર અન્ય વ્યક્તિ કશુંક કામ કરી શકે. લાભશંકર ઠાકરના એક પ્રાયોગિક એકાંકી નાટક ‘વૃક્ષ’માં એક માણસ ઝાડમાં રૂપાંતર પામે એવી વાત છે. સાહિત્યમાં મોસમનું વર્ણન કરવા વૃક્ષ કલમવગા થઈ પડે છે. વૃક્ષોના વર્ણનથી લેખક અન્ય અનેક વિગતોનો ઇશારો કરી શકે. સુરેશ જોશીનું આ વર્ણન જુઓ : “.. ઘોર અંધારી રાતે વૈદર્ભી વનમાં વલવલતી હતી. વન હિંસક પશુઓથી ભરેલું હતું. એ પશુઓ માંસનાં ભૂખ્યાં હતાં. વર્ષાની ધારા માથા પર ઝીંકાતી હતી. એણે એક વૃક્ષનો આશરો લીધો ત્યાં અજગર એના તરફ ધસી આવ્યો. એ સાપની દૃષ્ટિ સાથે એની દૃષ્ટિ એક થતાં એ મન્ત્રમુગ્ધ થઈ ગઈ. એના મુખમાંથી ચીસ નીકળી શકી નહીં...” [સુરેશ જોશી / નળદમયન્તી] અહીં નળ–દમયંતિની પુરાણ કથાનું નાટક ભજવાતું હોય અને એ જોવા નાયિકા આવી છે એવો સંદર્ભ છે. વૈદર્ભી દમયંતિનું જ એક અન્ય નામ છે. વાર્તાની નાયિકા ચિત્રા જીવનમાં સંઘર્ષનો સામનો કરી રહી છે જેમ પુરાકથામાં દમયંતિ કરે છે. નાટક અને વાસ્તવ સમાંતર ચાલે છે. અહીં ઉક્ત વાક્યમાં વૃક્ષ અને અન્ય જંગલી તત્ત્વોનો ઉલ્લેખ ચિત્રાની પરિસ્થિતિ માટે કલ્પન થઈ પડે છે.
બાળવાર્તા(13)
-
ટેકરી પરનું ઝાડ
એક ટેકરી હતી. ટેકરી પર ઝાડ. ચારે બાજુ પથ્થરો, ના કોઈ આવે કે ના કોઈ જાય. ઝાડને સાવ એકલું-એકલું લાગે. આકાશમાં પંખી ઊડે, ને ઝાડને ય ઊડવાનું મન થાય. પણ ઊડવા માટે પાંખો લાવવી ક્યાંથી? એક વાર દૂરથી હંસ ઊડીને આવ્યો. હંસને જોઈ ઝાડ તો રાજીરાજી થઈ
-
પૈસાનું ઝાડ
ભોલુ આખો દિવસ ખાઈ-પીને મોજમસ્તીમાં રહેતો. મમ્મી કોઈ કામ કહે તો કોઈ ને કોઈ બહાનું કરીને ત્યાંથી અદૃશ્ય થઈ જતો. ખર્ચી માટે પણ મમ્મીને બહુ હેરાન કરતો. ખર્ચી ન મળે તો ગુસ્સે થઈને ઘરની વસ્તુઓ તોડી દેતો. મમ્મી તેનાથી બહુ નારાજ રહેતાં. રોજની જેમ ભોલુ
-
દોડતું ઝાડ
રતન એકદમ જંગલમાં આવી પડ્યો. તે જંગલમાં કેવી રીતે આવ્યો તેની કંઈ જ ખબર તેને નથી. તે શું કામ આવ્યો? તેની જાણ પણ તેને નથી. તે એટલું જ જાણતો હતો કે તે એકાએક જંગલમા આવી પડ્યો છે અને વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. તે નીકળવાનો પ્રયત્ન કરે છતાં નીકળી શકતો
-
માફ કરવાની મજા
સૂરજદાદા આકાશમાં ધીમેધીમે આગળ વધતા હતા. ચારે તરફ સૂરજદાદાનો સોનેરી પ્રકાશ પથરાતો જતો હતો. સવારનો સમય હતો. મંદમંદ શીતળ પવન વાતો હતો. ચન્ની ખિસકોલી અત્યાર સુધી ઊંઘતી હતી. અચાનક પંખીઓના મીઠા કલશોરે જાગી ગઈ. અહોહો! સૂરજદાદા આકાશમાં આવી ગયા અને હજુ હું
-
ગોળાભાઈના હાથ-પગ
ગોળાભાઈને હાથ-પગ કશું જ નહીં. બિચારા જ્યાં બેસાડો ત્યાં બેસી રહે. પોતાના પેટમાં ઠંડું પાણી સંઘરી રાખે. તરસ્યાને પ્રેમથી પાણી પાય. એમનામાં કોઈ જાતનો ભેદભાવ નહીં. ક્યારેય કોઈને ના ન કહે. બેઠા બેઠા સહુની તરસ છિપાવે. પાણી પીને કોઈ ‘હાશ’ એમ કહે ત્યારે
-
વડ અને પપૈયો
રાત પડી ગઈ હતી; તોપણ કેટલાંક ઝાડ અંદર અંદર વાત કરતાં હતાં. આંબાનું ઝાડ પોતાની આસપાસનાં ઝાડને કહેતું હતું, “બોલો, પેલા તાડભાઈએ મને ગઈ કાલે શું કહ્યું ખબર છે?” “હા, હા, ખબર છે,” બાજુમાં ઊભેલા નાના પપૈયાએ કહ્યું, “તને એમ કહેતા હશે, કે ગડબડ કરશે
-
ઉછીનું ક્યાં સુધી ચાલે?
એક હતું ખેતર. આકાર એનો લંબચોરસ. તેને ચાર ખૂણા. દરેક ખૂણામાં એકે-એક ઝાડ અને એક-એક ઘર. ઇશાન ખૂણામાં લીમડાનું ઝાડ. તેના થડ નીચે કૂતરો રહે. મોતિયો એનું નામ. અગ્નિ ખૂણામાં સરગવાનું ઝાડ. તેની નીચે મરઘીબાઈ રહે. નામ એનું મોંઘી નૈર્ઋત્ય ખૂણામાં ગુંદાનું
-
ખિસકોલીનું બચ્ચું
એક હતું ખિસકોલીનું બચ્ચું. નાનકડું ને રૂપાળું. પોતાના ઘરમાં આખો દિવસ ચિક્ ચિક્ અવાજ કરે. બચ્ચું થોડું મોટું થયું એટલે તેનાં મમ્મીએ એક દિવસ કહ્યું- 'ચાલો,આપણે બહાર નીકળીએ અને ઝાડની ડાળીઓ પર ફરીએ!' 'ના! ના! ના!' બચ્ચું
-
પંખીઓની દોસ્ત પરી
એક હતી છોકરી. છ-સાત વરસની. એનું નામ હતું પરી. એ સાચી પરી જેવી જ રૂપાળી. પરીને પંખીઓ બહુ જ ગમે. એને પંખીની જેમ ઊડવાનું મન પણ થાય. પરીના ઘરની પાછળના ભાગમાં આવેલા વિશાળ આંગણામાં બગીચો હતો. એ બગીચામાં ઘણાં બધાં ઝાડ હતાં. ઝાડ પર રોજ અનેક પંખીઓ આવે. ત્યાં
-
સપનાંનો પહાડ
એક દિવસ એવું બન્યું કે સવાર થવા આવ્યું તોય શ્લોકભાઈ તો ઊઠે જ નહીં ને! બસ ઘસઘસાટ ઊંઘ્યા જ કરે! સૂરજદાદાએ બહુ રાહ જોઈ કે આ શ્લોક ઊઠે પછી હું મારાં કિરણો એના ઘરમાં મોકલું. પક્ષીઓએ પણ વિચાર્યું કે આ શ્લોક જાગી જાય પછી બધો કલરવ કરીએ! ઠંડી હવા એવી આવે
-
અટકચાળાનું પરિણામ
સુંદરવનને છેડે એક મોટા વૃક્ષ પર એક પોપટે માળો બાંધ્યો હતો. આ પોપટનું નામ નીલ પોપટ હતું. એ પોપટ ખૂબ અભિમાની હતો. તેને તેના શરીરના સુંદર લીલા રંગનું અભિમાન હતું. પોતાની મીઠી વાણીનું અભિમાન હતું. સુંદર મજાની ચાંચનું અભિમાન હતું અને શક્તિશાળી પાંખનું