Famous Gujarati Children Poem on Zaad | RekhtaGujarati

ઝાડ પર બાળકાવ્ય

વૃક્ષ. પ્રદૂષણ ઘટાડવામાં

અસરકારક સાબિત થયા છે, પણ લાકડા અને જમીનની જરૂરિયાતને કારણે લોકો તેને કાપી રહ્યા છે. લોકવ્યવહાર – સાહિત્યમાં ઝાડ કે વૃક્ષ ને પિતા સાથે પણ સરખાવાય છે, કેમકે જેમ વૃક્ષની છાયા હોય છે એમ પિતાની કાળજી સંતાનો માટે હોય છે. ઝાડનો એક જુદો અર્થસંદર્ભ જગ્યા રોકનાર તત્ત્વ તરીકે પણ છે. કોઈ ઉચ્ચ સ્થાને હોય પણ કશું ખાસ કામ ન કરતો હોય એવો માણસ મૃત્યુ પામે ત્યારે ‘ઝાડ ગયું અને જગ્યા થઈ’ એમ કહેવત બોલાય છે. કેમકે જે પ્રમાણે ઝાડ ઊભું હોય ત્યારે એ જગ્યા રોકાયેલી રહે એમ કામ ન કરનાર પાસેની સત્તા બિનઉપયોગી છે. જગ્યા થઈ એટલે હવે એ સ્થાને આવનાર અન્ય વ્યક્તિ કશુંક કામ કરી શકે. લાભશંકર ઠાકરના એક પ્રાયોગિક એકાંકી નાટક ‘વૃક્ષ’માં એક માણસ ઝાડમાં રૂપાંતર પામે એવી વાત છે. સાહિત્યમાં મોસમનું વર્ણન કરવા વૃક્ષ કલમવગા થઈ પડે છે. વૃક્ષોના વર્ણનથી લેખક અન્ય અનેક વિગતોનો ઇશારો કરી શકે. સુરેશ જોશીનું આ વર્ણન જુઓ : “.. ઘોર અંધારી રાતે વૈદર્ભી વનમાં વલવલતી હતી. વન હિંસક પશુઓથી ભરેલું હતું. એ પશુઓ માંસનાં ભૂખ્યાં હતાં. વર્ષાની ધારા માથા પર ઝીંકાતી હતી. એણે એક વૃક્ષનો આશરો લીધો ત્યાં અજગર એના તરફ ધસી આવ્યો. એ સાપની દૃષ્ટિ સાથે એની દૃષ્ટિ એક થતાં એ મન્ત્રમુગ્ધ થઈ ગઈ. એના મુખમાંથી ચીસ નીકળી શકી નહીં...” [સુરેશ જોશી / નળદમયન્તી] અહીં નળ–દમયંતિની પુરાણ કથાનું નાટક ભજવાતું હોય અને એ જોવા નાયિકા આવી છે એવો સંદર્ભ છે. વૈદર્ભી દમયંતિનું જ એક અન્ય નામ છે. વાર્તાની નાયિકા ચિત્રા જીવનમાં સંઘર્ષનો સામનો કરી રહી છે જેમ પુરાકથામાં દમયંતિ કરે છે. નાટક અને વાસ્તવ સમાંતર ચાલે છે. અહીં ઉક્ત વાક્યમાં વૃક્ષ અને અન્ય જંગલી તત્ત્વોનો ઉલ્લેખ ચિત્રાની પરિસ્થિતિ માટે કલ્પન થઈ પડે છે.

.....વધુ વાંચો