રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઉંદર પર બાળવાર્તાઓ
મુખ્યત્વે ઉંદરના બે
પ્રકાર છે - મોટા અને નાના. મોટા ઉંદર જમીનમાં દર કરીને રહે છે અને ખેતરના પાક, અનાજના ગોડાઉન તથા પોતાથી નાના પ્રાણીઓના શિકાર કરી ટકે છે. નાના ઉંદર માણસોના ઘર પર જીવવા માટે આધાર રાખે છે. પ્લેગની બીમારી ઉંદરો થકી ફેલાઈ છે. નવી દવાઓ તથા વિવિધ વૈજ્ઞાનિક શોધખોળની ચકાસણી માટે ઉંદરોનો મોટી સંખ્યામાં ઉપયોગ થાય છે. સાહિત્યમાં કાયરતા દાખવવા ‘ઉંદરની જેમ ભાગી છૂટ્યો’ મતલબના વાક્યપ્રયોગ થતાં હોય છે. યાચકવૃત્તિ રાખનાર માટે ‘ઉંદરની જેમ પેધો પડ્યો હતો’ એમ લખાતું હોય છે. પડકાર રૂપ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે જવાબદારીથી ભાગી છૂટતા લોકો માટે ‘જહાજ ડૂબે ત્યારે સૌથી પહેલાં નાસવાવાળા ઉંદર હોય છે’ એ કહેવત પ્રચલિત છે. ઉંદરને ફૂંક મારી કરડવાની આદત હોય છે, જેથી તે જેને કરડે એને ખબર ન પડે કે ઉંદર કરડી રહ્યો છે – આ પરથી મીઠી વાતો કરી પોતાનો સ્વાર્થ સાધનાર વ્યક્તિ માટે ‘ઉંદરની જેમ ફૂંક મારી કરડે છે’ એવો રૂઢિપ્રયોગ છે. અત્યંત મહેનત બાદ મામૂલી પરિણામ માટે ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર’ કહેવત છે. ૧૯૬૬ની સાલમાં લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત ‘એક ઉંદર અને જદુનાથ’ જીવનની અર્થહીનતા દર્શાવતું ઍબ્સર્ડ નાટક છે.
બાળવાર્તા(11)
-
સાત પૂંછડિયો ઉંદર
એક હતો ઉંદર. એને સાત પૂંછડી હતી. એક વાર એની માએ એને નિશાળ મોકલ્યો. નિશાળે છોકરાં ઉંદરની સાત પૂંછડી જોઈને એને ખીજવવા લાગ્યાં : “સાત પૂંછડિયો ઉંદર, ભાઈ, સાત પૂંછડિયો ઉંદર! સાત પૂંછડિયો ઉંદર. ભાઈ, સાત પૂંછડિયો ઉંદર!” ઉંદર તો રોતો-રોતે ઘેર આવ્યો.
-
ઉંદરને જડ્યો પૈસો
એક હતા ઉંદરભાઈ. એક વખત એમને પૈસો જડ્યો. ઉંદરભાઈએ વિચાર્યું, આ પૈસાનું કરશું શું? જો ખાવાનું લઈશું તો પૈસો જતો રહેશે ને ખાવાનું ખવાઈ જશે. એના કરતાં પૈસાનું કાંઈક એવું લેવું કે જે સદાય આપણી પાસે ને પાસે જ રહે. ઉંદરભાઈ વિચાર કરતા ઊભા હતા
-
ઉંદર પાંચ પૂંછડીવાળો!
એક હતો ઉંદર. તેને હતી પાંચ પૂંછડી. ઉંદર મોટો થવા લાગ્યો એટલે મમ્મીને ચિંતા થઈ કે,એ શેરીમાં રમવા જશે તો મિત્રો, તેની મજાક કરશે! એ સ્કૂલે જશે તો સાથે ભણનારા પણ તેની મસ્તી કરશે! તો શું કરવું? ઉંદર જેમ-જેમ મોટો થતો જાય; તેમ-તેમ તેની પાંચ
-
ઓહિયાં
માન્યામાં ન આવે એવી વાત છે. એક વખત ઉંદર અને બિલાડી વચ્ચે દોસ્તી થઈ ગઈ. બે કટ્ટા વેરી દેશ પણ એકબીજાના મિત્ર બની શકે તો ઉંદર-બિલાડી વચ્ચે સંબંધ કેમ ન થાય? વાત એમ બની કે બેસતા વર્ષને દિવસે બિલાડીબાઈ દર્શન કરવા નીકળ્યાં. એક ખૂણામાંથી ઉંદરે તેમને સાલ
-
કબૂતરોનો સરદાર
એક દિવસે એક પારધીએ વનમાં દાણા વેર્યા અને ઉપર જાળ પાથરી દીધી. પછી એ થોડે દૂર ઝાડને ઓથે સંતાઈ ગયો. થોડી વારમાં કબૂતરોનું એક ટોળું ઊડતું ઊડતું ત્યાંથી જતું હતું. નીચે દાણા વેરાયેલા જોઈ ટોળામાંથી એક કબૂતર બોલ્યું, “નીચે કેટલા બધા દાણા છે! ચાલો, અહીં
-
તનીનાં રમકડાં
એક વાર નાનકડા તનીને લઈને તેનાં મમ્મી-પપ્પા મેળામાં ગયાં હતાં. મેળામાં તની તો ચકડોળમાં બેઠો, વળી બંદૂક વડે તાકીને ફુગ્ગાઓ ફોડ્યા ને સરસ-મીઠો શેરડીનો રસ પણ પીધો. તનીભાઈને ન કોઈ ભાઈ કે ન કોઈ બહેન! મમ્મી-પપ્પાને એ બહુ લાડકો! તની જે માંગે તે બધું અપાવે.
-
ઉંદર સાતપૂંછડિયો
એક હતો ઉંદર. ચૂંચૂં ઉંદર. ઘણો સુંદર. તેને પૂંછડીઓ હતી : એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તે સાતપૂંછડિયો ઉંદર હતો. સાતપૂંછડિયો ઉંદર મોટો થયો. તેના બા કહે, ‘દીકરા! ભણવા જા.’ ઉંદર કહે, ‘ભલે. મને નિશાળમાં મૂક. હું ભણીશ.’ ઉંદરની બાએ
-
ભાઈબંધ
તમને કદીક એકલું એકલું લાગે છે? જાણે સાથે રમનાર કોઈ નથી અને તમે એકલવાયાં થઈ ગયાં હો એવું લાગે છે? તો જરાક આજુબાજુની કુદરતમાં નજર કરો. ભાઈબંધોનો પાર નહિ રહે... સીતા એનું નામ. વનની કોરે એનું મકાન. બા તો જાણે સાકરની
-
સાત પૂંછડીવાળો ઉંદર
એક હતો ઉંદર, એને જન્મથી જ સાત પૂંછડીઓ હતી. એ થોડો મોટો થયો, અને સમજણો થયો, પછી તેને સાત પૂંછડીઓ વિચિત્ર લાગવા માંડી. એક દિવસે મમ્મી પાસે જઈને તેણે કહ્યું : “મમ્મી, મને આ સાત પૂંછડીઓની શરમ આવે છે!” મમ્મીએ કહ્યું : “ઓહો! એમાં શું? આપણે