રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઉંદર પર બાળકાવ્ય
મુખ્યત્વે ઉંદરના બે
પ્રકાર છે - મોટા અને નાના. મોટા ઉંદર જમીનમાં દર કરીને રહે છે અને ખેતરના પાક, અનાજના ગોડાઉન તથા પોતાથી નાના પ્રાણીઓના શિકાર કરી ટકે છે. નાના ઉંદર માણસોના ઘર પર જીવવા માટે આધાર રાખે છે. પ્લેગની બીમારી ઉંદરો થકી ફેલાઈ છે. નવી દવાઓ તથા વિવિધ વૈજ્ઞાનિક શોધખોળની ચકાસણી માટે ઉંદરોનો મોટી સંખ્યામાં ઉપયોગ થાય છે. સાહિત્યમાં કાયરતા દાખવવા ‘ઉંદરની જેમ ભાગી છૂટ્યો’ મતલબના વાક્યપ્રયોગ થતાં હોય છે. યાચકવૃત્તિ રાખનાર માટે ‘ઉંદરની જેમ પેધો પડ્યો હતો’ એમ લખાતું હોય છે. પડકાર રૂપ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે જવાબદારીથી ભાગી છૂટતા લોકો માટે ‘જહાજ ડૂબે ત્યારે સૌથી પહેલાં નાસવાવાળા ઉંદર હોય છે’ એ કહેવત પ્રચલિત છે. ઉંદરને ફૂંક મારી કરડવાની આદત હોય છે, જેથી તે જેને કરડે એને ખબર ન પડે કે ઉંદર કરડી રહ્યો છે – આ પરથી મીઠી વાતો કરી પોતાનો સ્વાર્થ સાધનાર વ્યક્તિ માટે ‘ઉંદરની જેમ ફૂંક મારી કરડે છે’ એવો રૂઢિપ્રયોગ છે. અત્યંત મહેનત બાદ મામૂલી પરિણામ માટે ‘ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર’ કહેવત છે. ૧૯૬૬ની સાલમાં લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત ‘એક ઉંદર અને જદુનાથ’ જીવનની અર્થહીનતા દર્શાવતું ઍબ્સર્ડ નાટક છે.