Famous Gujarati Geet on Popat | RekhtaGujarati

પોપટ પર ગીત

એક લીલાં રંગનું પક્ષી,

જે જંગલોમાં અને વૃક્ષો વધુ હોય એ વિસ્તારમાં જોવા મળે છે. પોપટ ને સાંભળેલ અવાજ ફરી બોલવાની આદત હોય છે. કોઈ શબ્દ કે વાક્ય એ સાંભળી પુનઃઉચ્ચારી શકે છે, અલબત્ત સમજ્યા વગર. આથી કોઈનું શીખવેલું પોતાની અક્કલનો ઉપયોગ કર્યા વિના કોઈ બોલે તેને ‘પઢાવેલા પોપટની જેમ બોલે છે’ એમ રૂઢિપ્રયોગમાં કહેવાય છે. પોપટના ગ્રામ્યજીવન સાથેના ઘરોબાને કારણે ઘણાં લોકગીત અને ભજનોમાં પણ ઉપસ્થિત છે. જેમકે : પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના…. (પઢો રે પોપટ રાજા રામના / નરસિંહ મહેતા) ** પે’લા તે પે’લા જુગમા રાણી તું હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં હોજી રે અમે રે પોપટ રાજા રામનાં (લોકગીત) ** લોકકથામાં શહેર ગયેલો પોપટ પોતાની મને સંદેશો મોકલે છે : પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ. બાળવાર્તાઓમાં પોપટ એના દેખાવ અને બોલવાની ટેવને કારણે ડોકાયા કરતો હોય છે.

.....વધુ વાંચો