પતંગિયું પર બાળવાર્તાઓ
અનેક રંગની પાંખોવાળું
એક જીવડું જે ચોમાસામાં વધુ નજરે પડે છે. પતંગિયાની અમુક ખાસિયતો છે. એક તો એની પાંખો આકર્ષક રંગયોજનાથી ઓપતી હોવાથી એ દેખાવમાં અત્યંત મનોહર લાગે છે. બીજી ખાસ વાત એ કે એનું શરીર ખૂબ નાજુક હોય છે. ત્રીજી ઉલ્લેખનીય બાબત પતંગિયાની ચંચળતા છે. ઉક્ત ત્રણે લક્ષણ તરુણીઓને પણ લાગુ પડે છે, માટે પ્રેમ કે યૌવન સંબંધિત લખાણોમાં પતંગિયાની પાંખો ફફડતી જડી આવે છે.
બાળવાર્તા(5)
-
સ્વીટુ-બિટ્ટુની બાર્બી ડૉલ
“સ્વીટુ! લે તારી ડૉલ!” પાપાએ ટૂરમાંથી આવતાંની સાથે જ બૂમ પાડી. સ્વીટુ દોડતી આવી. પાપાના હાથમાંથી બાર્બી ડૉલ લેતાં જ તે ખુશખુશ થઈ ગઈ. કેવી સુંદર હતી બાર્બી! તેની આંખો ચકરવકર થતી હતી. સ્વીટુ દોડી
-
ઠીંગુ અને પીંગુ
રામજીની વાડીએ બેઠો બેઠો ઠીંગુ ઠળિયો વિચારતો હતો, “ ‘લ્યા, શું બનું? શું બનું?” તેવામાં “શું રમું? શુ રમું?” કરતું પીંગુ પતંગિયું ત્યાં આવી લાગ્યું. “ચાલને ઠીંગુ, કંઈ રમીએ. હું શોધું, તું સંતા.” “એ ભલે, ભલે, ભલે...!”
-
દીકરો ડાહ્યો
એક હતો બાબો. તેનું નામ મનન. તેને કજિયો કરવાની બહુ ટેવ. એક વાર કહે. ‘મારે ખાંડ ખાવી છે.’ મમ્મીએ એક ચપટી ખાંડ આપીને કહ્યું, ‘બહુ ખાંડ ખાઈએને તો શરદી થાય.’ મનને ચપટી ખાંડ ખાઈ લીધી અને ફરીથી ખાંડ માગી. મમ્મીએ બહુ સમજાવ્યો, તો મનને રડવાનું