પતંગિયું પર બાળકાવ્ય
અનેક રંગની પાંખોવાળું
એક જીવડું જે ચોમાસામાં વધુ નજરે પડે છે. પતંગિયાની અમુક ખાસિયતો છે. એક તો એની પાંખો આકર્ષક રંગયોજનાથી ઓપતી હોવાથી એ દેખાવમાં અત્યંત મનોહર લાગે છે. બીજી ખાસ વાત એ કે એનું શરીર ખૂબ નાજુક હોય છે. ત્રીજી ઉલ્લેખનીય બાબત પતંગિયાની ચંચળતા છે. ઉક્ત ત્રણે લક્ષણ તરુણીઓને પણ લાગુ પડે છે, માટે પ્રેમ કે યૌવન સંબંધિત લખાણોમાં પતંગિયાની પાંખો ફફડતી જડી આવે છે.