નિશાળ પર બાળકાવ્ય
શબ્દાર્થમાં શાળા, જ્યાં
વિદ્યાર્થી અભ્યાસ શીખી ભણતર મેળવે. જ્યાં અક્ષરજ્ઞાન મળે અને પાયાની શીખ મળે. શિક્ષકો દ્વારા વિવિધ વિષયના અભ્યાસક્રમ ભણીને વ્યક્તિ માહિતી અને જ્ઞાન મેળવી કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મેળવી શકે. વ્યંજનામાં એવી કોઈ પણ જગ્યા જ્યાં વ્યક્તિ કશુંક શીખી શકે. અને આ શીખવું અનાયાસે પણ હોઈ શકે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાં નવી જોડાય ત્યારે વ્યવહારિક્તા કે નૈતિકતાની એક સર્વમાન્ય સમજ પ્રમાણે વર્તે અને સામે એને અણધારી પ્રતિક્રિયાઓ મળે કે સારા કે ઉચિત વ્યવહાર બદલ ખરાબ કે અનુચિત વ્યવહાર એની સાથે થાય તો તે વક્રતામાં ‘પાઠ શીખવા મળ્યો’ એમ કહી શકે – એ અર્થમાં જે–તે સંસ્થા એના માટે નિશાળ બને. આમ, ‘શીખવું’ના જીવનમાં શાળાના ચોક્કસ બંધારણ સિવાય પણ વ્યવહારમાં નિમિત્ત હોય છે. વ્યક્તિને સાહિત્યનો પ્રથમ પરિચય શાળામાં થાય છે. ભાષાના અભ્યાસક્રમમાં વાર્તા, કવિતા અને નવલકથાના અંશ પાઠ તરીકે હોય છે. ઉપરાંત શાળાઓમાં વાચનાલય હોય છે.