રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનદી પર બાળવાર્તાઓ
નદી એટલે વહેતું પાણી,
જેનો જનના જીવન સાથે સીધો સંબંધ છે. પાણીના ઘરગથ્થું નહાવા કે કપડાં ધોવાના કામ ઉપરાંત પીવા માટે, પ્રાણીઓને પીવા માટેના પાણીની જરૂર માટે પણ નદી ખૂબ ઉપયોગી છે. પાણી તો જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને માટે લોકજીવન અને સાહિત્યમાં નદીનું માનભર્યું સ્થાન છે. મહાભારતમાં કુંતીએ નદીમાં પોતાના અનૌરસ સંતાન કર્ણને વહેતો મૂકેલો ત્યાંથી માંડીને રામને નદી પાર કરવા કેવટ નામના હોડીવાળાએ પોતાનો ભવસાગર પાર કરવાની સામી વિનંતી કરી હતી એવી નદી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. કૃષ્ણપ્રીતિના ગીતોમાં યમુના નદી છલકાતી રહે છે. આપણા સાહિત્યમાં પ્રેમીઓ નદીના કિનારે મળે છે, નાયિકા નદીના કિનારે જળ મટુક ભરતાં ભરતાં નાયકને મળે છે અથવા પરદેશ ગયેલા પિયુની વાટ જોતાં વિરહમાં નદીના કિનારે આંસુ સારે છે. નદીના પાણીમાં તરવું, ડૂબવું, ડૂબતાં બચાવવું ઇત્યાદિ ઘટનાઓ વાર્તામાં મહત્ત્વની બને છે. નદી આખરે સાગરમાં જઈ મળે છે એ એક કલ્પન તરીકે કવિઓને આકર્ષતી બાબત રહી છે. નદીકેન્દ્રી ગઝલના શેર જોઈએ : ન જળ હોય તો શું, નદી એ નદી છે; સ્મરણમાં સુકાતી નથી એ નદી છે. નિશાળે ભણાવાતા નકશામાં જોજો, અહીં જે નથી, ત્યાં હજી એ નદી છે. (નદી / જિતુ ત્રિવેદી) ** વિસ્તરે તો શિવની આખી જટા ઓછી પડે ને અંજલિમાં અલ્પ થઈને જે શમે ને એ નદી! સ્વર્ગથી હડધૂત થઈને શ્રાપ પામી તે છતાં પૃથ્વી પર સંજીવની થઈ અવતરે ને એ નદી! (એ નદી / દેવદાસ શાહ 'અમીર') ** વમળો ઉપર આ વમળો, કંપન લહર લહર સાગર થયો અધૂરો, નદીને મળ્યા પછી ઊતરી ગયો છે તળિયે સાગરમાં સોંસરો સૂરજ ડૂબ્યો અસૂરો, નદીને મળ્યા પછી (નદીને મળ્યા પછી / હર્ષદ ત્રિવેદી) પન્નાલાલ પટેલની વાર્તા ‘વાત્રકને કાંઠે’માં નદી નાયિકા નવલના મનોભાવનું પ્રતીક બની રહે છે. ધૂમકેતુની ‘રજપૂતાણી’ વાર્તામાં રૂપેણ નદી અશરીરી નાયક અને પ્રેમને સમર્પિત નાયિકાનો અંતિમ પડાવ બને છે.
બાળવાર્તા(12)
-
ટેકરી પરનું ઝાડ
એક ટેકરી હતી. ટેકરી પર ઝાડ. ચારે બાજુ પથ્થરો, ના કોઈ આવે કે ના કોઈ જાય. ઝાડને સાવ એકલું-એકલું લાગે. આકાશમાં પંખી ઊડે, ને ઝાડને ય ઊડવાનું મન થાય. પણ ઊડવા માટે પાંખો લાવવી ક્યાંથી? એક વાર દૂરથી હંસ ઊડીને આવ્યો. હંસને જોઈ ઝાડ તો રાજીરાજી થઈ
-
ગલબો અક્કલનું ઘર બતાવે છે
એક વાર જંગલનાં જાનવરોની સભા મળી હતી. સભામાં હાથી, ઘોડો ને ગધેડો, વાઘ, વરુ ને વાંદરો, શિયાળ, સસલું ને સાબર, સિંહ ગેંડો ને હરણ વગેરે બધાં જાનવરો હાજર હતાં. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં? કોઈએ કહ્યું : ‘પગ!’ તો કોઈએ કહ્યું : ‘કાન!’
-
ટીલવી નામે બકરી એક!
એક હતી બકરી. બકરીના કપાળે ટીલું હતું. વિહો રબારી બકરીને ટીલવી કહી બોલાવતો. ટીલવી વિહા રબારીના વાડામાં રહેતી હતી. સવાર પડે. વિહો રબારી બકરીઓને ચરાવા લઈ જાય. ટીલવી પણ ચરવા જાય. એને ગાવાનો શોખ. એ નાચે કૂદે ને ગાય. જંગલમાં હું જાઉં
-
ખુશીનો પુલ
સુંદરવન અને રંગપુર ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદીનું નામ હતું કીર્તના. એક કાંઠે સુંદરવન અને બીજે કાંઠે રંગપુર ગામ. ગામના લોકો રોજ બેખોફ સુંદરવનમાં જતા અને મધ, ફૂલ, ફળ, સૂકાં લાકડાં વગેરે જરૂર મુજબ લઈ આવતા. સુંદરવનનાં પ્રાણીઓ પણ કોઈ પણ ભય વગર ગમે
-
કબૂતરોનો સરદાર
એક દિવસે એક પારધીએ વનમાં દાણા વેર્યા અને ઉપર જાળ પાથરી દીધી. પછી એ થોડે દૂર ઝાડને ઓથે સંતાઈ ગયો. થોડી વારમાં કબૂતરોનું એક ટોળું ઊડતું ઊડતું ત્યાંથી જતું હતું. નીચે દાણા વેરાયેલા જોઈ ટોળામાંથી એક કબૂતર બોલ્યું, “નીચે કેટલા બધા દાણા છે! ચાલો, અહીં
-
આનું નામ જમણ!
આપણા ગુજરાતની વાત છે. આપણા ગુજરાતમાં અમુક ગામો નદીના કાંઠા (કિનારા) પર વસેલાં છે. આપણા ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા. એ નર્મદામૈયાના કાંઠે આવેલ ગામની વાત છે. એ બધો ‘કાંઠા-પ્રદેશ’ ગણાય છે. એ કાંઠા-પ્રદેશની આ કહાણી છે. કાંઠા-પ્રદેશના
-
પાઘડીઓની લડાઈ
એક હતો ધોબી. સવાર પડે કે મેલાંદાટ કપડાંનો ઢગલો એની રાહ જોતો હોય. એ ઢગલાનું પોટકું વાળી, ગધેડા પર નાખી રોજ નદીએ કપડાં ધોવા જવાનો એનો નિયમ. એક વખત એ કપડાંના ઢગલામાં ઘણી બધી પાઘડીઓ સૌએ ધોવા આપેલી. એમાં રાજાની ચમકદાર પાઘડી હતી તો સેનાપતિની રુઆબદાર
-
ઢોલકીવાળા અનબનજી
ધનધન નામે એક જંગલ. એમાં વહે તનમન નદી. કાચ જેવું એનું પાણી. કિનારે સોનેરી રેતી ને એમાં એક મોટી પથ્થરની ચટ્ટાન. તનમન નદી કિનારે ફરતાં દેડકાં એ ચટ્ટાન નીચે રહે. એ દેડકાંઓનો એક આગેવાન, નામ એનું અનબન. ખૂબ મજાના અનબનજીને જોઈ તનમન નદી બોલી, ‘અનબનજી...
-
કીડીનું સ્નાન
એક હતી કીડી. એને ચાલવાની બહુ ટેવ. એક વાર નાગજીભાઈની ગાડી ઘૂ....મ કરતી પસાર થઈ. એ રસ્તા પર તો ઠેર-ઠેર કાદવ જામ્યો હતો. એ કાદવના છાંટા કીડીને ચારેતરફ ફર...ર...ર કરતા ઊડ્યા. કીડી પગથી માથા સુધી કાદવથી ભરાઈ ગઈ. કીડીને થયું કે હવે નાહવું પડશે. આખા
-
ચાલાક હરણ
એક વાર હીરુ હરણને જંગલમાં ભાગતાં ભાગતાં એક મોટા ખડકની ધાર વાગી ગઈ. અને સખત ચોટ લાગતાં એ તો એક પગે લંગડું થઈ ગયું. હવે પગની આ તકલીફને કારણે તે પોતાના રહેઠાણની નજીકમાંનું ઘાસ ખાઈને સૂઈ રહેતું. એમ કરતાં બેચાર દિવસ થયા. એક દિવસ કંટાળીને તે થોડે