Famous Gujarati Children Poem on Nadi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નદી પર બાળકાવ્ય

નદી એટલે વહેતું પાણી,

જેનો જનના જીવન સાથે સીધો સંબંધ છે. પાણીના ઘરગથ્થું નહાવા કે કપડાં ધોવાના કામ ઉપરાંત પીવા માટે, પ્રાણીઓને પીવા માટેના પાણીની જરૂર માટે પણ નદી ખૂબ ઉપયોગી છે. પાણી તો જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને માટે લોકજીવન અને સાહિત્યમાં નદીનું માનભર્યું સ્થાન છે. મહાભારતમાં કુંતીએ નદીમાં પોતાના અનૌરસ સંતાન કર્ણને વહેતો મૂકેલો ત્યાંથી માંડીને રામને નદી પાર કરવા કેવટ નામના હોડીવાળાએ પોતાનો ભવસાગર પાર કરવાની સામી વિનંતી કરી હતી એવી નદી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. કૃષ્ણપ્રીતિના ગીતોમાં યમુના નદી છલકાતી રહે છે. આપણા સાહિત્યમાં પ્રેમીઓ નદીના કિનારે મળે છે, નાયિકા નદીના કિનારે જળ મટુક ભરતાં ભરતાં નાયકને મળે છે અથવા પરદેશ ગયેલા પિયુની વાટ જોતાં વિરહમાં નદીના કિનારે આંસુ સારે છે. નદીના પાણીમાં તરવું, ડૂબવું, ડૂબતાં બચાવવું ઇત્યાદિ ઘટનાઓ વાર્તામાં મહત્ત્વની બને છે. નદી આખરે સાગરમાં જઈ મળે છે એ એક કલ્પન તરીકે કવિઓને આકર્ષતી બાબત રહી છે. નદીકેન્દ્રી ગઝલના શેર જોઈએ : ન જળ હોય તો શું, નદી એ નદી છે; સ્મરણમાં સુકાતી નથી એ નદી છે. નિશાળે ભણાવાતા નકશામાં જોજો, અહીં જે નથી, ત્યાં હજી એ નદી છે. (નદી / જિતુ ત્રિવેદી) ** વિસ્તરે તો શિવની આખી જટા ઓછી પડે ને અંજલિમાં અલ્પ થઈને જે શમે ને એ નદી! સ્વર્ગથી હડધૂત થઈને શ્રાપ પામી તે છતાં પૃથ્વી પર સંજીવની થઈ અવતરે ને એ નદી! (એ નદી / દેવદાસ શાહ 'અમીર') ** વમળો ઉપર આ વમળો, કંપન લહર લહર સાગર થયો અધૂરો, નદીને મળ્યા પછી ઊતરી ગયો છે તળિયે સાગરમાં સોંસરો સૂરજ ડૂબ્યો અસૂરો, નદીને મળ્યા પછી (નદીને મળ્યા પછી / હર્ષદ ત્રિવેદી) પન્નાલાલ પટેલની વાર્તા ‘વાત્રકને કાંઠે’માં નદી નાયિકા નવલના મનોભાવનું પ્રતીક બની રહે છે. ધૂમકેતુની ‘રજપૂતાણી’ વાર્તામાં રૂપેણ નદી અશરીરી નાયક અને પ્રેમને સમર્પિત નાયિકાનો અંતિમ પડાવ બને છે.

.....વધુ વાંચો