કીડી પર ગીત
માનવવસ્તી તેમજ જંગલમાં
દર બનાવી જૂથમાં રહેતો અત્યંત સૂક્ષ્મ જીવ. મુખ્યત્વે લાલ અને કાળા રંગમાં હોય છે. લોકગીત, ગરબાઓમાં કીડીને સ્થાન મળ્યું છે. ભોજા દ્વારા રચિત ગીત ‘હાલો રે કીડીબાઈની જાનમાં...’ લોકપ્રિય છે, જેમાં વિવિધ પશુ-પંખીઓ કીડીના લગ્ન માણે છે એવી કલ્પના છે. પીડાદાયક સ્મૃતિ કે અન્ય સંદર્ભ માટે ‘કીડીના ચટકા જેવું’ એમ ઉપમા અપાતી હોય છે.