કીડી પર બાળવાર્તાઓ
માનવવસ્તી તેમજ જંગલમાં
દર બનાવી જૂથમાં રહેતો અત્યંત સૂક્ષ્મ જીવ. મુખ્યત્વે લાલ અને કાળા રંગમાં હોય છે. લોકગીત, ગરબાઓમાં કીડીને સ્થાન મળ્યું છે. ભોજા દ્વારા રચિત ગીત ‘હાલો રે કીડીબાઈની જાનમાં...’ લોકપ્રિય છે, જેમાં વિવિધ પશુ-પંખીઓ કીડીના લગ્ન માણે છે એવી કલ્પના છે. પીડાદાયક સ્મૃતિ કે અન્ય સંદર્ભ માટે ‘કીડીના ચટકા જેવું’ એમ ઉપમા અપાતી હોય છે.
બાળવાર્તા(14)
-
કીડીબાઈ ને સુગર!
એક હતાં કીડીબાઈ. કીડીબાઈને ફરવાનો બહુ શોખ. કીડીબાઈ તો એક ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ, એમ હરફર કરે. એક દિવસ કીડીબાઈને એક બીજી કીડી મળી. એણે કીડીબાઈને કહ્યું, “કીડીબાઈ, કીડીબાઈ, તમે દેશમાં જ ફરો છો. કોઈ દિવસ પરદેશ ગયાં છો
-
માંદી ચીંચીં જલસા કરે
નાની ચીંચીં છાશવારે માંદી પડી જાય. આજે સાજી તો કાલે માંદી. સવારે સાજી તો સાંજે માંદી. સંગી ચકીને એની બહુ ચિંતા રહે. કોઈએ કહ્યું કે દૂર દૂરના મંદિરે વાનર વૈદરાજ આવ્યા છે. તે એવી દવા આપે કે મોટામાં મોટો રોગ હોય તોય ભાગી જાય. સંગી ચકી તો
-
રતન ખિસકોલી
રતન ખિસકોલી બહુ મહેનતુ. આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા જ કરે. બેસી રહેવાનું તો એને બિલકુલ ગમે નહિ. વળી, એને ખબર કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાવાનું મળે કે ના મળે એ નક્કી નહીં એટલે પહેલેથી જ ખાવાનું બરોબર ભેગું કર્યું હોય તો ચોમાસામાં
-
મુંબઈની કીડી
છે ને એક મુંબઈની કીડી હતી. આ કીડી છે ને એક કવિના બુશકોટના ગજવામાં બેઠી હતી. કવિ છે ને મોટરમાં બેઠા હતા. મોટર છે ને, જંગલમાંથી પસાર થતી હતી. કવિ છે ને ‘કીડી’ પર કવિતા લખતા હતા અને મોટેથી ગણગણતા હતા. મુંબઈની કીડી છે
-
છાનાં છાનાં પગલાં
છૂક છૂક છૂક ગાડીનાં પગલાં દેખાય નહીં. છાશવારે છાપરા પરથી ઊડી જતા કાગડાનાં પગલાં આકાશમાં દેખાય નહીં પણ છગનલાલે નવા બૂટ લીધા ત્યારે છગનના પગલાંથી રસ્તો ગાજવા લાગ્યો. છગનલાલ છાશ લેવા જતા ત્યારે છાશવાળો છગનલાલને પગલાં પરથી ઓળખી જતો. છગનની
-
ધનવાન કીડીબાઈ!
એક હતાં કીડીબાઈ. આ કીડીબાઈ એક ધનિકનાં બંગલાના બગીચાના દરમાં રહે. એટલે કીડીબાઈને અભિમાન આવી ગયું કે આપણે તો ધનવાનના ઘરના બગીચામાં રહીએ છીએ. એટલે આપણેય ધનવાન. આ કીડીબાઈ રોજ સાંજે ફરવા નીકળે. એક દિવસ આ કીડીબાઈને એક બીજી કીડી મળી ગઈ. આ
-
કીડીબાઈનું ખેતર
કીડીબાઈનું ખેતર નાનું. ચોમાસે વાવે ને બારે માસ બેઠાં બેઠાં ખાય. જાતે ખેતી થાય નહીં. ચોમાસું આવે એટલે મંકોડાને કહે : “મંકોડાભાઈ, ખેતર ખડો, તો પહેરાવું સોના તોડો.” મંકોડાભાઈ તો જે મંડે ને તે ખેતર ખેડી નાખે, એટલે
-
ચંગુ-મંગુ
અલ્લાને બનાયા જોડા : એક અંધા ઓર દુસરા બહેરા. અંધાનું નામ ચંગુ અથવા સુરદાસ અને બહેરાનું નામ મંગુ અથવા કહાનદાસ. બેઉની જુગલજોડી હતી. બેઉ સાથે જ ભીખ માગતા, સાથે ફરતા અને સાથે બેસતા-ઊઠતા. એકની ખોડ બીજાથી
-
લુચ્ચી કીડી!
એક હતી કીડી. એ એક છોડ પર રહે. એ છોડ પરના ફૂલને સૂંઘવા રોજ એક પતંગિયું આવે. તેથી કીડીને પતંગિયા સાથે દોસ્તી થઈ ગઈ. કીડીને થયું આ પતંગિયું કેવું ઊડાઊડ કરે છે! એની પાંખો કેટલી સુંદર છે! એમાં રંગો કેવા શોભે છે! એક દિવસ કીડીએ પતંગિયાને કહ્યું,
-
કીડી-મકોડીબહેન ગોળ-ખાંડવાળાં
એક હતાં કીડીબહેન. ને એક હતાં મકોડીબહેન. બેઉ જણ મોજ-મજા કરે, ને ગાતાં ફરે : ખાંડ ખૈએ ગોળ ખૈએ ખૈએ અમે ગાજર રે, ઘરમાં-દરમાં હરતાં-ફરતાં, જ્યાં જુઓ ત્યાં હાજર રે! એક વાર કીડી-મકોડીની
-
અભિમાની કીડી
આંબલીના એક ઝાડ નીચે કીડીઓનો મોટો રાફડો હતો. જુદાં-જુદાં દર કરી, અસંખ્ય કીડીઓ તેમાં રહેતી હતી. કીડીઓમાં સંપ ઘણો. બધી સાથે સંપીને રહે. દરેક કીડી જ્યાંથી મળે ત્યાંથી કણ, કણ ખાવાનું લાવીને રાણી પાસે રજૂ કરે. કીડીઓની રાણી આ બધું ખાવાનું જમીનની
-
રાય ટૂંડો-મૂંડો
એક હતું જંગલ. તેમાં એક સિંહ. જંગલમાં પશુઓ માટે તો તે આતંકવાદી જેવો હતો. આડેધડ તે સહુને મારતો હતો, તેથી સહુએ એનું નામ રાખ્યું હતું : ‘આતંકરાય’. રીંછભાઈને થયું : મારા દાદાના દાદા તેમની બુદ્ધિ માટે વખણાતા હતા. તેમણે એક