Famous Gujarati Free-verse on Khiskoli | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખિસકોલી પર અછાંદસ

સરેરાશ પોણા ફૂટની લંબાઈ

ધરાવતું ચોપગું પ્રાણી. શરીર પર પટ્ટા અને લાંબી પૂંછડી. બીકણ અને ચપળ. વૃક્ષ પર રહે છે. ચંચળતાના આલેખન માટે લેખકોને ખિસકોલી કલમવગી થઈ પડે છે. મહાન અને શ્રેષ્ઠ વસ્તુની કદર સામાન્ય માણસ ન કરી શકે એ અર્થમાં એક કહેવત છે : ‘ખાખરાની ખિસકોલી એલચીનો સ્વાદ શું જાણે!’ અમુક પ્રદેશમાં આ કહેવતમાં એલચીના સ્થાને સાકર બોલાય છે. રામાયણમાં રામે લંકા પાર કરવા રામસેતુ બનાવ્યો ત્યારે ખિસકોલીએ એ સેતુ બનાવવા મદદ કરી હતી. એ દરિયામાં ભીંજાતી, પછી ધૂળમાં આળોટી ને સેતુ બાંધકામમાં પથ્થરો વચ્ચે જઈ શરીર પરથી ધૂળ ખંખેરતી એવી લોકોક્તિ છે. આ કથાના આધારે ઉમાશંકર જોશીએ કાવ્ય લખ્યું છે એનો અંશ : રામ બાંધે સાગરને સેતુ ખિસકોલી જાણે લંકાનો કો પ્રલયકેતુ ખિસકોલી કપિ પર્વત ઉપાડી લાવે કાંધે ખિસકોલી કપિ સેતુ દિવસરાત બાંધે ખિસકોલી એક નાની-શી આમતેમ કૂદે ખિસકોલી કાંઠો સિન્ધુનો આખો દિ ખૂંદે ખિસકોલી જરા વેળુમાં જઈ એ આળોટી ખિસકોલી ( ખિસકોલી/ ઉમાશંકર જોશી) *** અને યોગાનુયોગ આ જ શૈલીમાં લખાયેલ ત્રિભુવન વ્યાસના એક કાવ્યનો અંશ જુઓ : તું અહીંયાં રમવા આવ, મજાની ખિસકોલી! તું દોડ, તને દઉં દાવ, મજાની ખિસકોલી! તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી! તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી! (ખિસકોલી/ ત્રિભુવન વ્યાસ) *** દેખાવે નાજુક, સ્વભાવે ચંચળ અને રમતિયાળ હોવાથી બાળગીત અને બાળનાટકનું ખિસકોલી નિશ્ચિત પાત્ર છે

.....વધુ વાંચો